સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:50 IST)

Asia Cup 2018 IND vs BAN લાઈવ સ્કોર : ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

એશિયા કપ 2018ના સુપર 4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમો દુબઈના ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામ સામે છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા બાંદ્લાદેસ્શની ટીમ બે વિકેટ ગુમાવી ચુકી છે.  બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવી 7 ઓવરમાં 21 રન બનાવ્યાં છે. ભારતને બે ઓવરમાં એક પછી એક બે વિકેટ મળતા બંને ઓપનર્સ સસ્તામાં પેવેલિયન પરત ફર્યાં છે. પહેલી વિકેટ ભુવનેશ્વર કુમારને મળી હતી.

સ્કોર જોવા માટે ક્લિક કરો 

એશિયા કપમાં આજથી સુપર ફોર રાઉંડનો મુકાબલો શરૂ થઈ રહ્યો છે. સુપર ફોરમાં પહોંચેલી ચારેય ટીમોને કુલ ત્રણ ત્રણ મેચ રમવાની છે. આજે બે મેચ થવાના છે. દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ ગ્રાઉંડ પર ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થવાનો છે.  જ્યારે કે અબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે અફગાનિસ્તાને પડકાર આપશે. 
 
બંને મેચ સાંજે 5 વાગ્યાથી રમવાના છે. ટીમ ઈંડિયા હાલ પોતાના ખેલાડીઓના ઘાયલ થવાથી પરેશાન છે. સુપર ફોર રાઉંડ પહેલા હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર ઘાયલ થવાને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ચુક્યા છે. આ ત્રણેયના સ્થાન પર દીપક ચાહર, રવિન્દ્ર જડેજા અને સિદ્ધાર્થ કૌલને રિપ્લેસમેંટના રૂપમાં ટીમમા સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત સામે સૌથી મોટી દુવિદ્યા એ રહેશે કે રવિન્દ્ર જડેજા કે દીપક ચાહરમાંથી કોને સ્થાન મળવુ જોઈએ. 
 
આ પ્રમાણેની શે ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવન -
 
ભારત - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, રવિન્દ્ર જડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ 
 
બીજી બાજુ બાંગ્લાદેશ સતત બીજા દિવસે મેચ રમવા ઉતરશે. ગુરૂવારે બાંગ્લાદેશને અફગાનિસ્તાન વિરુદ્ધ 136 રનથી હારનો સામનો કરવો પડ્યો. જો કે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ મેચ જોતા મુસ્તફિજૂર રહેમાન અને મુશફિકુલ રહીમને આરામ આપ્યો હતો.  આ બંનેનુ ટીમમાં સ્થાન લગભગ પાક્કુ માનવામાં આવી રહ્યુ છે. 
 
 
બાગ્લાદેશ - નજમૂલ હુસૈન, લિટન દાસ, શાકિબ અલ હસન, મુશફિકૂર રહીમ, મોહમ્મદ મિથુન, મહેમૂદુલ્લાહ, મોસાદેક હુસૈન, મહેંદી હસન, મુશર્રફ મુર્તજા, રુબેલ હુસૈન, મુસ્તફિજુર રહેમાન 
 
પિચ અને મોસમનો મિજાજ 
 
ગરમી અને સ્લો વિકેટ પર બેટિંગની મુશ્કેલીનો એકવાર ફરી સામનો કરવો પડી શકે છે.  આ વિકેટ પર ટૉસ જીતનારી ટીમ માટે નિર્ણય લેવો મુશ્કેલ થઈ શકે છે કે પહેલા બેટિંગ કરવામાં આવે કે બોલિંગ.