રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (13:53 IST)

કોહલી મુદ્દે ગાંગુલીનો સૌથી મોટો ખુલાસો

Ganguly_kohli
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથે થયેલ કૈપ્ટૈસી વિવાદ પર એકવાર ફરી સાર્વજનિક વાત કરી છે. ગાંગુલીએ કહ્યુ કે તેમણે કોહલીને કપ્તાની પદ પરથી નથી હટાવ્યા. વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2021 પ છી સૌથી નાના ફોર્મેટની કપ્તાની પદ પરથી હટવાનો નિર્ણય કર્યો હતો અને વનડે અને ટેસ્ટ ટીમની કમાન સાચવવાની ઈચ્છા જાહેર કરી હતી. પણ બીસીસીઆઈ કોહલીના નિર્ણયથી ખુશ નહોતી. ગાંગુલીએ કહ્યુ કે તેમને કોહલીને ટી20 પછી વન ડેની કપ્તાની પણ છોડવાની વાત જરૂર કરી હતી.  તેઓ ઈચ્છતા હતા કે ટી20 અને વનડેમાં એક જ કપ્તાન રહે. 
 
સૌરવ ગાંગુલીએ રિયાલિટી શો દાદાગીરી અનલિમિટેડની 10મી સીજનના એક વીડિયો પર કહ્યુ કે મે વિરાટ કોહલીને કપ્તાની પદ પરથી નથી હટાવ્યા. હુ આ વાત અનેકવાર કહી ચુક્યો છુ. તેઓ પોતે જ ટી20 લીડ કરવા માંગતા નહોતા. તેથી મે તેમને કહ્યુ કે જો તમે ટી20 લીડ નહોતા કરવા માંગતા તો તમે સમગ્ર વ્હાઈટ બોલ ક્રિકેટની કપ્તાની છોડી દો. એક વ્હાઈટ બોલ અને એક રેડ બોલવાળા કપ્તાન રહેવા દો. 
 
બંનેના નિવેદનોમાં હતો વિરોધાભાસ 
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા કોહલીના એક નિવેદનથી હડકંપ મચી ગયો હતો. ગાગુલી કહી રહ્યા હતા કે કોહલી સાથે વાત ક ર્યા બાદ તેમને કપ્તાની પદ પર થી હટાવ્યા. જ્યારે કે વિરાટ કોહલીનુ નિવેદન તેનાથી ઉંઘુ હતુ. કોહલીએ કહ્યુ કે જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમ પસંદ કરવામાં આવી રહી હતી ત્યારે તેમને મીટીંગમાં બોલાવાયા. 
 
 વિવાદ વધતા છોડી દીધી કપ્તાની 
કોહલીએ કહ્યુ કે પસંદગીકારો સાથે ટેસ્ટ ટીમ પર ચર્ચા થઈ હતી પણ મીટિંગ પછી મને વનડે ટીમની કપ્તાની પરથી હટાવવાનો નિર્ણય લેવાયો.  સિલેક્ટર્સના નિર્ણય પર મે હા પાડી. ત્યારબાદ વિવાદ  વધ્યો તો કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પછી જ ટેસ્ટની કપ્તાની પણ છોડી દીધી અને પછી રોહિત શર્માને ત્રણેય ફોર્મેટના કપ્તાન બનાવવામાં આવ્યા.