શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: લંડન: , ગુરુવાર, 15 જૂન 2017 (23:03 IST)

Champions Trophy - બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ભારતનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ, હવે રવિવારે પાક. સામે ટક્કર

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિ ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બાંગ્લાદેશના 264 રનના જવાબમાં ભારતે 1 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સદી ફટકારતા 123 રને નોટ આઉટ રહ્યો હતો.  વિરાટ કોહલીએ આક્રમક રમત રમતા નોટ આઉટ 96 રન બનાવ્યા હતા. શિખર ધવન 46 રને આઉટ થયો હતો.
હવે 18 જૂનની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. બાંગ્લાદેશે ટોસ હારી ગયા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ પોતાના હિસ્સાની 50 ઓવર પૂરી રમીને 7 વિકેટના ભોગે 264 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે ભારત ભારતે રોહિત શર્મા (123*) અને કેપ્ટન વિરાટ કોહલી (96*) વચ્ચે બીજી વિકેટ માટે 178 રનની અતૂટ ભાગીદારીની મદદથી 40.1 ઓવરમાં માત્ર શિખર ધવન (46)ની વિકેટ ગુમાવીને 265 રન કરીને મેચ જીતી લીધી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી   મહમદુલ્લાહ 21, મોસાદ્દેક હુસેન 15, મુશ્ફિકુર  રહીમ 60,  શાકિબ અલ હસન 15, તમિમ ઇકબાલ 70 રન પર આઉટ થયા હતા. ભારત તરફથી જાધવ, બૂમરાહ અને ભુવનેશ્વરે બે-બે વિકેટ ઝડપી છે જ્યારે  જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
 
 
ટીમ ઈન્ડિયા માત્ર ફાઈનલમાં પહોંચવા માટે જ નહીં પરંતુ ટાઈટલને જીતવા માટેની પણ પ્રબળ દાવેદાર છે.