ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (12:27 IST)

હનુમા વિહારી બન્યા પિતા, પત્નીએ સુંદર પુત્રને આપ્યો જન્મ

Hanuma Vihari Becomes Father - લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા હનુમા વિહારીની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. જેનો ખુલાસો તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કર્યો છે. હનુમાએ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરતા જન્મતિથિ સાથે પોતાની અને પત્નીની ફોટો પણ નાખી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બાળકનો ફોટો સામે આવ્યો  નથી. 

 
તાજેતરમાં જ કપ્તાન હનુમા વિહારીની કપ્તાનીમાં સાઉથ જોને ખિતાબ પર કબજો કર્યો. જ્યારબાદ વિહારીએ કહ્યુ કે તે પોતાની કપ્તાનીનો આનંદ લઈ રહ્યા છે અને ટીમના બોલિંગ આક્રમણને સારુ રહ્યુ છે. વિહારી હવે સંપૂર્ણ ઘરેલુ સીજનમાં મધ્યપ્રદેશ માટે રમતા જોવા મળશે. વિહારીએ જીત પછી કહ્યુ, કર્ણાટકના ત્રણેય બોલર વિકેટને સારી રીતે જાણતા હતા. જેવુ કે મે પહેલા કહ્યુ જો ટીમમાં પરિસ્થિતિને સમજનારો બોલર હોય તો આ ટીમ માટે લાભકારી થઈ જાય છે. 
 
આવુ છે હનુમા વિહારીનુ ટેસ્ટ કરિયર 
 ઉલ્લેખનીય છે કે હનુમા વિહારીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 16 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 28 દાવમાં શાનદાર બેટિંગ કરતા 839 રન બનાવ્યા છે. જેમા એક સદી અને પાંચ હાફ સેંચુરી છે. બીજી બાજુ બોલરની વાત કરીએ તો તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કરિયરમાં પાંચ વિકેટ લીધી છે.