ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (08:43 IST)

HBD યુવરાજ સિંહ - 2011 વિશ્વકપમાં અનેક મેચ તો લોહીની ઉલ્ટીઓ કરતા રમી હતી

Yuvraj Singh
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. યુવીએ 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાબોડી ઓલરાઉન્ડર યુવરાજને તે સન્માનજનક વિદાય ન મળી જેનો તે લાયક હતો. યુવીએ જૂન 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
 
યુવરાજ સિંહ- આપણા યુવીના ભાગમાં 6 બોલમાં 6 છક્કા મારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. બીજી બાજુ ડિગ્રીના  નામ પર તેમણે ડીએવી પબ્લિક શાળામાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. 
 
વર્ષ 2011માં રમાયેલ 10મા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતના નાયક રહેલા યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. સીમિત ઓવરના ક્રિકેટમા યુવરાજ સિંહની ગણતરી દુનિયાના કેટલાક પસંદગીના વિસ્ફોટક બેટ્સમેનમાં કરવામાં આવે છે.  યુવરાજે વર્ષ 2011માં ભારત, શ્રીલંકા ને બાંગ્લાદેશની સંયુક્ત મેજબાનીમાં રમાયેલ આઈસીસી વિશ્વકપમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરતા ભારતની ખિતાબી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વકપ દરમિયાન જ યુવરાજને જાણ થઈ હતી કે તેને કેંસર જેવી ભયંકર બીમારી છે. તેમ છતા તેમણે સમગ્ર ટુર્નામેંટ રમી અને કોઈને પણ આ વાતની ગંધ પણ આવવા ન દીધી. યુવરાજ સિંહે વર્ષ 2011 વિશ્વકપમાં અનેક મેચ તો લોહીની ઉલ્ટીઓ કરતા રમી હતી. 
 
યુવરાજ સિંહનુ આંતરરાષ્ટ્રીય કેરિયર 
યુવરાજે એ વિશ્વકપની 9 મેચોમાં 362 રન બનાવવા ઉપરાંત 15 વિકેટ પણ લીધી અને મેન ઓફ ધ સીરિઝ બન્યા. ભારતીય ટીમમાં યુવરાજ સાથે પોતાનુ કેરિયર શરૂ કરનારા મોટાભાગના ખેલાડી પહેલા જ સંન્યાસ લઈ ચુક્યા હતા.  તેમા મોહમ્મદ કૈફ, વીરેન્દ્ર સહેવાગ, ઝહીર ખાન મુખ્ય છે. વર્ષ 2000માં કેન્યા વિરુદ્ધ નૈરોબી વનડેથી પોતાનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરૂઆત કરનારા યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ 304 વનડે અને 58 ટી20 મુકાબલા રમ્યા.  ટેસ્ટમાં યુવરાજના નામે 3 સદીઓ અને 11 હાફ સેંચુરીની મદદથી કુલ 1900 રન નોંધાવ્યા. વનડેમાં તેમણે 14 સદી અને 52 હાફ સેંચુરી સાહ્તે 8701 રન બનાવ્યા. બીજી બાજુ ટી 20માં 58 મેચમાં 8 હાફ સેંચુરીની મદદથે 1177 રન અબ્નાવ્યા. ટેસ્ટમાં યુવરાજનો સર્વોચ્ચ સ્કોર 169 વનડેમાં 150 અને ટી20માં 77નોટ આઉટ છે. ડાબા હાથથી સ્પિન બોલિંગ કરનારા યુવરાજ સિંહે ટેસ્ટ ક્રિકેટમાં 11, વનડેમાં 111 અને ટી 20માં 28 વિકેટ લીધી.