શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 11 ડિસેમ્બર 2022 (15:21 IST)

બાળકીના પેટમાંથી નીકળી 61 લખોટી

પેટમાં દુખાવાની ફરિયાદને કારણે એક બાળકી ઘણા દિવસોથી પરેશાન હતી. જ્યારે તેના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા તો તેના દુખાવા પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. ડોક્ટરોએ બાળકીનું ચેકઅપ કર્યું. એક્સ-રેમાં બાળકીના પેટમાં ઘણા લખોટી જોવા મળ્યા. જ્યારે બાળકીના માતા-પિતાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેને આ વાતની જાણકારી ન હતી કે છોકરી  ક્યારે અને કેવી રીતે ગળી ગયા તેની કોઈ માહિતી નહોતી.
 
બાળકીના પેટમાં લખોટી નીકળવાનો આ કિસ્સો ચીનના એક શહેરનો છે. આ બાળકીની ઉંમર 4 વર્ષની છે. બાળકી લગભગ 61 નાના લખોટીઓ ગળી ગઈ હતી. 4 વર્ષની આ નાની બાળકીએ એક પછી એક 61 માર્બલ ગળી લીધા. લખોટી ગળી ગયા બાદ છોકરીને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. આ છોકરીને લગભગ મહિનાઓથી પેટમાં દુખાવો થતો હતો. અંતે તબીબોના રિપોર્ટ બાદ તેના પેટમાં દુખાવાનું રહસ્ય ખુલ્યું હતું. આ બાળકીના પેટમાં તમામ લખોટી એકઠા થઈ ગયા હતા. એક્સ-રેમાં જોઈ શકાય છે કે મોતીના તાંતણાની જેમ તેના પેટમાં તમામ લખોટીઓ એકઠા થઈ ગયા છે.