1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (15:20 IST)

Weightlifting World Championships: મીરાબાઈ ચાનુએ રચ્યો ઇતિહાસ

Weightlifting World Championships: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઈનો આ બીજો મેડલ છે. અગાઉ 2017માં તેણે 194 કિગ્રા (85 કિગ્રા વત્તા 109 કિગ્રા)ની લિફ્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
મીરાબાઇ ચાનુના નામે વધુ એક રેકોર્ડ: વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કિરણ રિજિજુએ પાઠવી શુભેચ્છા. મીરાબાઈ ચાનૂએ કોલંબિયાના ટોક્યો 2020 ચેંપિયન ચીનની હૌ ઝિહુઆને હરાવીને 2022 વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 
 
ઑલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ બુધવારે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓએ કુલ 200 કિલોગ્રામ વજન ઊંચકીને આ મેડલ પોતાના નામે કર્યો છે. મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સ્નૅચમાં 87 કિલો વજન ઊંચક્યું હતું.
 
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુનું આ બીજું મેડલ છે.
 
વર્ષ 2017ની સ્પર્ધામાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ચાનુ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં હતાં.ચાનુનું સર્વશ્રેષ્ઠ વજન 207 કિલો (88 કિલો+119 કિલો) રહ્યું છે.
 
આ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવા માટેની પ્રથમ સ્પર્ધા છે. પેરિસ ઑલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ સાથે જોડાયેલી સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને 10 કરવામાં આવી છે.