1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified સોમવાર, 14 નવેમ્બર 2022 (10:32 IST)

સંબંધોમાં તિરાડની વાત વચ્ચે સાનિયા અને શોએબનો ટૉક શો

saniya shoeb
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેમના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક એક ટૉક શો હોસ્ટ કરવાનાં છે.
 
આ શોનું નામ છે- 'ધ મિર્ઝા મલિક શો.'
 
આ શો પાકિસ્તાની ચેનલ ઉર્દૂફ્લિક્સ ઑફિશિયલ પર આવશે. ચેનલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ટૉક શોનું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં સાનિયા મિર્જા અને શોએબ મલિક દેખાઈ રહ્યાં છે.
 
છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જોડી તૂટી રહી છે. પરંતુ એક નવા ટૉક શોના એલાન બાદ હવે અફવા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
 
વર્ષ 2010માં સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે લગ્ન કર્યાં હતાં. બાદમાં બંને દુબઈ શિફ્ટ થઈ ગયાં હતા.
 
અઠવાડિયા અગાઉ પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેનું લગ્નજીવન મુશ્કેલીમાં વીતી રહ્યું છે.
 
જોકે બંનેએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.