ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 11 નવેમ્બર 2022 (12:08 IST)

Sania Mirza-Shoaib Malik: શુ સાનિયા-શોએબના થઈ જશે ડાયવોર્સ ? સંબંધોમાં કડવાશના આવી રહ્યા છે સમાચાર

sania mirza
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા અને પાકિસ્તાનના અનુભવી ક્રિકેટર શોએબ મલિકના સંબંધોમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ. પાકિસ્તાની મીડિયા મુજબ બંનેના લગ્ન કોઈપણ સમયે તૂટી શકે છે. આ વાતને હવા સાનિયા મિર્જાની એક ઈંસ્ટાગ્રામ સ્ટોરીએ આપી છે.  તેમણે સ્ટોરીમાં લખ્યુ તૂટેલા દિલ ક્યા જાય છે, ખુદાને શોધવા માટે. 
 સાનિયા અને મલિકના સંબંધોમાં દરાર કેમ આવી છે, આ વિશે હજુ સુધી કોઈ જાણ થઈ શકી નથી. બંનેયે આ મામલે કશુ કહ્યુ નથી. પણ પાકિસ્તાની મીડિયાના મુજબ શોએબ હાલ સાનિયાને દગો આપી  રહ્યા છે. 
 
સાંભળવા મળ્યુ છે કે શોએબ મલિક કોઈ અન્ય છોકરીને ડેટ કરી રહ્યા છે. જ્યારે તેની જાણ સાનિયા મિર્જાને થઈ તો તેમણે ખૂબ ખરાબ લાગ્યુ. ત્યારબાદ બંને અલગ અલગ ઘરમાં રહી રહ્યા છે. 
 
 પુત્ર સાથેની તસ્વીર કરી શેયર 
 
સાનિયાએ આ પહેલા શુક્રવારે પુત્ર ઈઝાન સાથેની તસવીર શેર કરી હતી. પછી તેણે લખ્યું - તે ક્ષણો જેણે મને મુશ્કેલ દિવસોમાં મદદ કરી.
 
સાનિયાએ 2010માં કર્યા હતા લગ્ન 
સાનિયા મિર્ઝા 2010માં પોતાની રમતમાં ટોચ પર હતી. શોએબ મલિક પણ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર હતો. બંનેએ 2010માં લગ્ન કર્યા હતા. તે સમયે સાનિયાની દેશભક્તિ પર સવાલ ઉઠ્યા હતા, પરંતુ તેણે ક્યારેય કોઈ રમતમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું નથી.
 
સાનિયાએ પાકિસ્તાની ટીમ માટે ક્યારેય કોઈ પોસ્ટ નથી કરી. તે હંમેશા મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરે છે અને ટેનિસ કોર્ટ પર પણ ભારતના નામ સાથે ઉતરે છે.