સંબંધિત સમાચાર
- Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા
- ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ
- GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું
- SRH ના ધાકડ ખેલાડીએ ઈતિહાસ રચ્યો, આવું કરનારો દુનિયાનો બન્યો પહેલો બેટ્સમેન
- શુભમન ગિલ સામે એક સાથે ત્રણ મોટા કારનામા કરવાની તક, CSK સાથેની મેચમાં મેળવી શકે છે મોટી ઉપલબ્ધિ
IND vs AFG 2nd ODI Highlights: ભારતે બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો
IND vs AFG 2nd ODI Highlights: શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવીને શ્રેણી જીતી લીધી. બુધવારે (17 જૂન) લખનૌના એકાના સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 402 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પીછો કરતા, અફઘાનિસ્તાન 44.3 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમે નવ વિકેટ ગુમાવી દીધી, કારણ કે દરવેશ રસૂલી ઈજાને કારણે બેટિંગમાં પાછા ફરી શક્યા નહીં.
ભારત તરફથી બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા કેપ્ટન શુભમન ગિલે 110 બોલમાં 154 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ ઉપરાંત ઈશાન કિશને 79 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા હતા. બંનેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ 400 રનનો આંકડો પાર કર્યો.
ગિલ અને ઇશાન ઉપરાંત, યશસ્વી જયસ્વાલે 4 રન, રોહિત શર્માએ 48 રન, શ્રેયસ ઐયરે 26 રન, વોશિંગ્ટન સુંદરે 19 રન, ગુરનુર બ્રારે 3 રન, અર્શદીપ સિંહે 3 રન, પ્રિન્સ યાદવે 5 રન અને કુલદીપ યાદવે 3* રન બનાવ્યા. કેએલ રાહુલ ગોલ્ડન ડક પર આઉટ થયા.
ચેઝ કરવામાં અફઘાનિસ્તાન નિષ્ફળ
સ્કોરનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ મોટા સ્કોર સામે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ટીમ માટે રહેમત શાહે સૌથી વધુ ઇનિંગ્સ રમી, 89 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 79 રન બનાવ્યા. આ દરમિયાન, ભારત માટે અર્શદીપ સિંહ અને ગુરનુર બ્રારે સૌથી વધુ 3-3 વિકેટ લીધી. ડેબ્યુ કરનાર પ્રિન્સ યાદવે 2 વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે બાકીની 1 વિકેટ લીધી.
શાહ ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝે 41 રન, ઇબ્રાહિમ ઝદરાન 21 રન, સેદીકુલ્લાહ અટલ 42 રન, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 4 રન, નાંગેલિયા ખરોતી 6 રન, રશીદ ખાને 12 રન, ગઝનફરે 1 રન, મોહમ્મદ સલીમે 9 રન અને બિલાલ સામીએ 2 રન બનાવ્યા હતા. તેમજ રિટાયર આઉટ થયેલા દરવિશ રસૂલીએ 6 રન બનાવ્યા હતા.
