ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2024 (14:15 IST)

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

IND Vs AUS 1st Test Day 4-  બૉર્ડર-ગાવસ્કર સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું છે.
 
ભારતે પર્થમાં રમાયેલી મૅચની પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઑસ્ટ્રેલિયા માત્ર 104 રન જ બનાવી શકી.
 
ભારતે બીજી ઇનિંગ્સ 487 રન બનાવીને જાહેર કરી હતી. ત્યાર બાદ 534 રનનું ટાર્ગેટ લઈને ઊતરેલી ઑસ્ટ્રેલિયા ટીમ 238 રન જ બનાવી શકી. ભારત 295 રનથી જીત મેળવી.
 
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી કૅપ્ટન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી. વૉશિંગ્ટન સુંદર અને નિતીશ કુમાર રેડ્ડીએ તેમનો સાથ આપ્યો.
 
ઑસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હૅડે સૌથી વધુ 89 રનની ઇનિંગ્સ બની. સાથે જ મિચેલ માર્શે 47 રન બનાવ્યા.
 
ભારતની બીજી ઇનિંગ્સમાં યશસ્વી જાયસવાલે 16, વિરાટ કોહલીએ 100 (નૉટ આઉટ) અને કે.એલ.રાહુલે 77 રનોની ઇનિંગ્સ રમી.