શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (12:59 IST)

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

Shakib al hasan
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉંડર શાકિબ અલ હસને ટી20માંથી સંન્યાસનુ એલાન કરી દીધુ છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટમાંથી સંન્યાસની પણ વાત કરી છે. જો કે હાલ નક્કી નથી કે તે ક્યારે અંતિમ ટેસ્ટ રમશે. શાકિબે ચોખવટ કરી છે કે તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાંથી મીરપુરમાં અંતિમ ટેસ્ટ રમવાની ઈચ્છા બતાવી છે.  તેમણે કહ્યુ કે જો તેમની મીરપુરવાળી માંગ માંની લેવામા6 આવે તો ઠીક છે નહી તો ભારત વિરુદ્ધ કાનપુરમાં રમાનારી ટેસ્ટ મેચ તેમના કેરિયરની અંતિમ મેચ રહેશે. 
 
શાકિબ ભારત વિરુદ્દ બીજી ટેસ્ટ પહેલા કાનપુરમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. આ અનુભવી ઓલરાઉંડરે તત્કાલ પ્રભાવથી ટી20 આંતરરાષ્ટ્રીય માંથી સંન્યાસની પણ જાહેરાત કરી.  તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ને આગામી મહિને મીરપુરમાં દક્ષિણ  આફ્રિકા વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝ પછી ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.  જો કે આ સીરીઝ રમવા માટે સુરક્ષા મંજુરી મેળવવી ટોચ ઓલરાઉંડર પર નિર્ભર કરે છે.  જો શાકિબ એ ટેસ્ટમાં સામેલ થતા નથી તો ભારત વિરુદ્ધ ચાલી રહેલી સીરીઝની બીજી અને અંતિમ મેચ બાંગ્લાદેશમાટે તેમની અંતિમ ટેસ્ટ હોઈ શકે છે.   

37 વર્ષીય શાકિબ બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. તેણે બાંગ્લાદેશ માટે 129 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જોકે, તે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું ચાલુ રાખશે. બાંગ્લાદેશ માટે તમામ T20 વર્લ્ડ કપ રમનાર તે એકમાત્ર ખેલાડી છે. શાકિબે કહ્યું, 'મેં મારી છેલ્લી T20 મેચ T20 વર્લ્ડ કપમાં રમી છે. અમે આ અંગે પસંદગીકારો સાથે ચર્ચા કરી છે. 2026ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. આશા છે કે બીસીબીને કેટલાક મહાન ખેલાડીઓ મળશે અને અમે સારું પ્રદર્શન કરીશું.
 
શાકિબે 70 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 4600 રન બનાવ્યા છે અને 242 વિકેટ લીધી છે. જેમાં પાંચ સદી અને 31 અડધી સદી સામેલ છે. તે જ સમયે, તેની શ્રેષ્ઠ બોલિંગ 36 રનમાં સાત વિકેટ છે. તેણે ટેસ્ટમાં 19 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. જ્યારે શાકિબે 129 ટી20માં 121.25ના સ્ટ્રાઈક રેટથી 2551 રન બનાવ્યા છે. જેમાં 13 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 149 વિકેટ પણ લીધી છે. 20 રનમાં પાંચ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.
 
શાકિબે કહ્યું, 'મેં બીસીબીને મારી છેલ્લી ટેસ્ટ મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ મારી સાથે સંમત છે. તેઓ બધુ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હું બાંગ્લાદેશ જઈ શકું. તેણે કહ્યું, 'જો આવું નહીં થાય તો કાનપુરમાં ભારત સામેની મેચ ટેસ્ટ ક્રિકેટમાં મારી છેલ્લી મેચ હશે.' રાજકીય અશાંતિ દરમિયાન હત્યાના કેસમાં સાકિબનું નામ આરોપી તરીકે હતું. રાજકીય અશાંતિના કારણે વડા પ્રધાન શેખ હસીનાએ પદ છોડવું પડ્યું હતું. તેઓ તેમની પાર્ટી અવામી લીગ તરફથી સંસદ સભ્ય હતા.