1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 જૂન 2017 (11:37 IST)

Ind. Vs. Pak.CT17 Final - ભારતથી વધુ પાકિસ્તાન પર લાગી રહ્યો છે સટ્ટો

રવિવારે લંડનના ઓવલ ગ્રાઉંડમાં મુકાબલો થશે જેનો ક્રેજ ફક્ત બે દેશોમાં જ નહી પણ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીઈ ચેમ્પિયંસ ટ્રોફી 2017ના ફાઈનલ મુકાબલાની. આ મેગા ક્રિકેટ શો માટે જ્યા ફૈંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ સટ્ટા બજાર પણ ખૂબ ગરમ થઈ ગયો છે. 
 
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પછી કોઈ ટૂર્નામેંટની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન સામસામે છે.  ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલમાં ભારત બનામ પાકિસ્તાન મુકાબલા પર 2000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગવાનુ અનુમાન છે. 
 
સટ્ટા બજારમાં ભારતની જીત માટે 1 રૂપિયા પર 48 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે કે પાકિસ્તાનની જીત માટે 1 રૂપિયા પર 58 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે જેનો ભાવ ઓછો હોય છે તેની જીતની શક્યતા એટલી વધુ હોય છે. આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં પણ ભારતનું જ પલડું ભારે જોવા મળી રહ્યુ છે. 
 
ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલ પહેલા પાકિસ્તાનના પૂર્વ ખેલાડી આમિર સોહેલે ફિક્સિંગ બોમ્બ ફોડ્યો છે. તેમને ઈશારા ઈશારામાં મેચ ફિક્સિંગનો આરોપ લગવ્યો છે. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલ પર તેમણે કહ્યુ કે તેઓ જાણે છે કે પાકિસ્તાની ટીમ કેવી રીતે ફાઈનલમાં પહોંચી છે. આમિર સોહેલે ટીમના કપ્તાન સરફરાઝ અહમદને પોતાના પગ જમીન પર રાખવાની સલાહ આપી. 
 
ભારત-પાકિસ્તાનના આ હાઈવોલ્ટેઝ મેચ પહેલા જ વાતાવરણ બનવુ શરૂ થઈ ગયુ છે. એક બાજુ જ્યા સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણ અને હરભજન સિંહ જેવા ખેલાડીઓએ ટીમને શુભેચ્છા આપવી શરૂ કરી દીધી છે તો બીજી બાજુ વીરેન્દ્ર સહેવાગે પાકિસ્તાન પર પોતાના જ અંદાજમાં આનંદ ઉઠાવ્યો છે. 
 
આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીમાં આવુ પહેલીવાર બનશે જ્યારે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાશે. આ પહેલા 2007માં દક્ષિણ આફ્રિકામાં થયેલ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલમાં ટક્કર થઈ હતી.