શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2017 (11:43 IST)

Ind. vs Ban. આજે બાંગ્લાદેશને હરાવીને Team India કપાવશે ફાઈનલની ટિકિટ

આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2017 ની બીજી સેમીફાઈનલ મેચ આજે બર્મિધમના એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચમાં ભારતનુ પલડું ભારે છે પણ બાંગ્લાદેશની ટીમ ઉલટફેરમાં નિપુણ છે. મોટાભાગની ટીમો આ ટીમને કમનોર આંકે છે અને તેનુ નુકશાન ભોગવવુ પડે છે.  રેકોર્ડ મામલે ભારત આ મેચમાં જીતનો પ્રબળ દાવેદાર છે. ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને આવામાં બાંગ્લાદેશને જીતના દાવેદાર નથી માનવા ખોટુ રહેશે.   ભારતીય ટીમ પણ પોતાના આ પડોશી પ્રતિદ્રંદીના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ઢીલ આપવાથી બચવા માંગશે. 
 
ભારત - ભારતની ટીમ ખૂબ સંતુલિત છે. શિખર ધવન અને રોહિત શર્માએ આ ચેમ્પિયંસ ટ્રોફીમાં ટીમને દરેક વખતે શાનદાર શરૂઆત આપી છે.  કોહલીએ ઉપરાંત ટીમની પાસે  નંબર ચાર પર યુવરાજ સિંહ જેવા બેટસમેન છે અને ધોનીના રૂપમાં એક સારા ફિનિશર છે. ટીમ ઈંડિયાની બોલિંગ પણ સારી છે. ઝડપી બોલરો સાથે સ્પિનરના સંતુલિત મિશ્રણે ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 
 
સાઉથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યા પછી ભારતીય ટીમ પણ આત્મવિશ્વાસથી ભરેલી છે. તે પોતાનુ અહી ફોર્મ કાયમ રાખીને તે પોતાનુ ફોર્મ કાયમ રાખીને બાંગ્લાદેશને હરાવવાનો પ્રયત્ન કરશે 
 
બેટ્સમેન ફોર્મમા છે. બોલર સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને ક્ષેત્રરક્ષણ પણ સારુ છે. ટૂંકમાં વિરાટ કોહલીની ટીમ હાલ રમતના ત્રણ વિભાગમાં અવ્વલ જોવા મળી રહી છે. લાંબા સમયથી બોલિંગને ભારતનો નબળો પક્ષ માનવામાં આવતો રહ્યો છે. પણ વર્તમાન ટીમ આ હિસાબથી પણ સંતુલિત છે. ઝડપી બોલરોમાં ભારતની પાસે ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સારા બોલરો છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જડેજા બેટસમેનોની મુશ્કેલ પરીક્ષા લે છે. 
 
 
બાંગ્લાદેશ - બાંગ્લાદેશ જે રીતે લીગ મેચમાં ન્યૂઝીલેંડ વિરુદ્ધ શાનદાર કમબેક કરીને જીત નોંધાવી તેને જોતા કોઈપણ ટીમ તેને કમજોર માનવાની ભૂલ નહી કરે. આ જીતથી બાંગ્લાદેશે સેમીફાઈનલ સુધી પહોંચવા માટેનો પોતાનો રસ્તો તૈયાર કર્યો હતો. 
 
 
બાગ્લાદેશ ટીમના મુખ્ય બોલર મુસ્તજફિજુર રહેમાન છે. પણ અત્યાર સુધી તેઓ પોતાનો જાદૂ બતાવી શક્યા નથી. મુસ્તફિજુરને પોતાના વેરિએશંસના કારણે શોર્ટર ફોર્મેટનુ સારા બોલર માનવામાં આવે છે. પણ તેમના ફોર્મમાં ન હોવાથી અન્ય બોલરો પર પણ દબાણ વધે છે. તસ્કિન અને રૂબેલની ગતિ સારી છે પણ અત્યાર સુધી તેઓ ટીમને સફળતા અપાવી શકયા નથી. મોસાદ્દક હુસૈન ઉપરાંત બાંગ્લાદેશી સ્પિનર પણ અત્યાર સુધી કોઈ ખાસ અસર છોડી શક્યા નથી. આવામાં ટીમ સામે ભારતીય બેટ્સમેનોને રોકવાનો મુશ્કેલ પડકાર છે. 
 
 
બંને ટીમના સંભવિત નામ આ પ્રમાણે છે 
 
બાંગ્લાદેશ - તમીમ ઈકબાલ, સૌમ્ય સરકાર, શબ્બીર રહેમાન, મુશ્ફિકુર રહીમ(વિકેટ કીપર), શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, મોસદ્દિક હુસૈન, તસ્કીન અહમદ, મશરફે મુર્તજા(કપ્તાન), રુબેલ હુસૈન અને મુસ્તફિજુર રહેમાન 
 
ભારત - શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી(કપ્તાન), યુવરાજ સિંહ, એમએસ ધોની(વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, આર. અશ્વિન, રવિન્દ્ર જડેજા, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ