શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2019 (14:35 IST)

India vs Australia: - ધોની-રોહિતની સલાહે કપ્તાન કોહલીનુ કામ સહેલુ બનાવ્યુ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી એકદિવસીય મેચમાં સદી નોંધાવનારા ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ મંગળવારે કહ્યુ કે તે0 46મી ઓવરમાં વિજય શંકરને બોલ સોંપવા માંગતા હતા. પ્ણ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને ઉપકપ્તાન રોહિત શર્માએ તેમને આવુ કરવાથી રોકી દીધા. મેન ઓફ ધ મેચ કોહલીએ 120 બોલમાં 116 રનની રમત રમી.  જ્યારે કે જસપ્રીત અને શંકરે ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ કરી જેનાથી ભારતે આ મેચ આઠ રનથી જીતી. 
 
કોહલીએ મેચ પછી કહ્યુ હુ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 46મી ઓવર શંકરને આપવા વિશે વિચારી રહ્યો હતો  પણ ધોની અને રોહિતે મને જસપ્રીત બુમરાહને અને મોહમ્મદ શમઈ સાથે બોલિંગ ચાલુ રાખવાની સલાહ આપી. તેમનુ વિચારવુ હતુ કે જો આપણે થોડી વિકેટ લઈ લઈએ તો મેચમાં બન્યા રહીશુ અને આવુ જ થયુ. શંકરે સ્ટંપ્સની સીધમાં બોલિંગ કરી અને આ કામમાં આવ્યુ. રોહિત પાસેથી સલાહ લેવી હંમેશા સારુ રહે છે. તે ટીમના ઉપ-કપ્તાન છે અને ધોની લાંબા સમયથી આ કામ કરતા આવ્યા છે. 
 
ભારતીય કપ્તાને અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગના દમ પર મેચમાં ટીમને કમબેક કરાવનારા બુમરાહના વખાણ કર્યા. 
 
તેમણે કહ્યુ - બુમરાહ ચેમ્પિયન બોલર છે. એક ઓવરમાં બે વિકેટ લઈને તેમણે મેચનુ પાસુ પલટી નાખ્યુ. આવી મેચોથી તમને ઘણો આત્મવિશ્વાસ મળે છે.  વિશ્વકપમાં પણ અમને આવા ઓછા સ્કોરવાળા મેચ મળી શકે છે. આ પિચ કેદાર જાધવની બોલિંગ માટે સટીક હતી. તે અંતિમ ઓવરમાં પણ બોલિંગ કરવા માંગતા હતા.