સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 જાન્યુઆરી 2019 (12:40 IST)

INDvAUS 4th Test Day-3: ઓસ્ટ્રેલિયાની ત્રીજા દિવસની રમત પૂરી, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 236/6

ભારત અને ઓસ્ટ્રેલિયા  (India vs Australia) વચ્ચે સિડની (Sydney Cricket Ground)માં રમાય રહેલ ટેસ્ટ શ્રેણીના ચોથા અને અંતિમ મેચના ત્રીજા દિવસે રમત સમય પહેલા પુરી કરવામાં આવી. ખરાબ રોશની અને વરસાદને કારણે મેચ સમય પહેલા પુરી કરવી પડી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુશ્કેલમાં છે અને 236 રન સુધી છ વિકેટ ગુમાવી ચુકી છે.  કુલદીપ યાદવે ભારત તરફથી 3 અને રવિન્દ્ર જડેજાએ બે વિકેટ લીધી છે. એક વિકેટ મોહમ્મદ શમીના ખાતામાં ગઈ. 

 
ઓસ્ટ્રેલિયા હજુ પણ 386 રન પાછળ છે. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાએ બે અને શમીએ એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ચેતેશ્વર પૂજારા બેવડી સદી ચૂક્યો હતો. તે 193 રન પર આઉટ થયો હતો. જ્યારે ઋષભ પંત 159 રન ફટકારી અણનમ રહ્યો હતો.