શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:47 IST)

INDvsAUS; 2nd T20I: વરસાદને કારણે રદ્દ થઈ મેલબર્ન ટી20 મેચ, ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0થી આગળ

વરસાદનાં કારણે ભારત અને ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 રદ્દ કરવામાં આવી છે. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ  19 ઑવરમાં 7 વિકેટે 132 રન કર્યા હતા. વરસાદ વિઘ્ન બનતા 20મી ઑવર રદ કરવામાં આવી હતી અને મેચ 19-19 ઑવરની રાખવામાં આવી છે. ડકવર્થ લૂઇસનાં નિયમ પ્રમાણે ભારતને 137 રન અપાયો હતો. જો કે વરસાદ ના અટકતા એકવાર ફરી ટાર્ગેટ 11 ઑવરમાં 90 રન અપાયો હતો. આખરે મેચ રદ્દ કરવામાં આવી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરના રોજ મેલબર્નમાં બીજી ટી20 મેચ રમાય રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 7 વિકેટ પર 132 રન બનાવી લીધા છે. હાલ વરસાદને કારણે મેચ રોકાય ગઈ છે.  ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી અને બીજી જ બોલ પર એરોન ફિચ (0)ના રૂપમાં પહેલો ઝટકો વાગ્યો.  ત્યારબાદ ક્રિસ લિન (13), ડોચી શોર્ટ (14) અને માર્ક્સ સ્ટોઈનિસ (4) પણ કંઈ ખાસ કરી શક્યા નહી. એવી હાલત થઈ હતી ઓસ્ટ્રેલિયની કે માત્ર 41 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. 
 
ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટી20 મેચની શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે.   આ પહેલા મેચમાં મહેમાન ટીમને ચાર રનથી હરાવ્યુ હતુ. ભારતીય ટીમે આ મેચ માટે અંતિમ એકાદશમાં કોઈ ફેરફાર કર્યો નથી.  બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર થયો છે. ઘાયલ બિલી સ્ટાનલેકના સ્થાન પર નાથન કુલ્ટર નાઈલને ટીમમાં સ્થાન મળ્યુ છે.