ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 23 નવેમ્બર 2018 (11:03 IST)

દિલ્હી - સિગ્નેચર બ્રિજ પર પહેલી મોટી દુર્ઘટના, બાઈક પર સ્ટંટ કરી રહેલ 2 યુવકોનુ મોત

રાજધાની દિલ્હીમાં 4 નવેમ્બરના રોજ શરૂ થયેલ સિગ્નેચર બ્રિઝ પર શુક્રવારે સવારે મોટી દુર્ઘટના થઈ ગઈ. બ્રિઝ પર એક બાઈક ડિવાઈડર સાથે અથડાય ગઈ. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયાની પુષ્ટિ છે. એવુ કહેવાય રહ્યુ છેકે શુક્રવારે સવારે બે સાઈક સવાર યુવક બ્રિઝ પર સ્ટંટ કરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરનુ સંતુલન બગડ્યુ અને બાઈક ડિવાઈડર સાથે અથડાય ગઈ. 
 
ડિવાઈડર સાથે બાઈકની ટક્કર એટલી ભયાનક હતી કે બંને બાઈક સવાર નીચે પડી ગયા અને તેઓ ગંભીર રીતે ઘવાયા. દુર્ઘટનમાં એક યુવકનુ ઘટનાસ્થળ પર જ મોત થયુ. જ્યારે કે એક ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો. તેને ત્યા તત્કાલ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે આ સિગ્નેચર બ્રિજ પરની પ્રથમ દુર્ઘટના છે. 
 
એવી આશંકા બતાવાય રહી છે કે બાઈકર્સ બ્રિઝ પરથી પસાર થતા સેલ્ફી લઈ રહ્યા હતા અને અચાનક બાઈક ડિવાઈડર સાથે અથડાય ગઈ. જેને કારણે દુર્ઘટના થઈ. બંને પાસેથી કોઈ આઈડી મળ્યુ નથી. જેને કારણે તેમની ઓળખ થઈ શકી નથી એવુ કહેવાય રહ્યુ છેકે બંને ઉસ્માનપુરથી નોર્થ દિલ્હી તરફ જઈ રહ્યા હતા.