બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 28 ડિસેમ્બર 2020 (17:38 IST)

AUSvIND Boxing Day Test Day-3: ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમત પુરી થતા સુધી 6 વિકેટ પર 133 રન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવ્યા. ભારતે 131 રનની સરસાઈ મેળવી છે. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી દીધી. હાલ, મેથ્યુ વેડ અને માર્નસ લાબુશેન ક્રિઝ પર છે

- ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમત પુરી થતા સુધી 6 વિકેટ પર 133 રન બનાવી લીધા છે અને હાલ ટીમ ઈંડિયા કરતા 2 રન આગળ છે. 
-ભારતને મળી મોટી સફળતા, 32.2 ઓ
વરમાં બુમરાહે સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો. સ્મિથ 8 રન બનાવીને પેવેલિયન ભેગા થયા 
31 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67/2, મેથ્યુ વેડ 27 અને સ્ટીવ સ્મિથ 8 રન બનાવીને રમી રહ્યા છે.
10 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર ઓસ્ટ્રેલિયાનો સ્કોર 21 રન છે. મૈથ્ય વેડ 5 અને માર્નસ લાબુશેન 12 રન બનાવીને રમી રહ્યા છે.
 
5 ઓવરના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 8 રન છે. મેથ્યુ વેડ 2 અને માર્નસ લાબુશેન  2 રન બનાવીને રમ્યા હતા
 
3.1 ઓવરમાં  ભારતને પ્રથમ સફળતા મળી. ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયાને પ્રથમ આંચકો આપ્યો. તેણે જો બર્ન્સને 4 રનમાં જ પેવેલિયનમાં મોકલી દીધો હતો. વિકેટકીપર ઋષભ પંતે બર્ન્સનો કેચ ઝડપી લીધો હતો.