રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (10:58 IST)

ઓસ્ટ્રેલિયા 274 પર ઓલઆઉટ, જડેજાએ લીધી બે બોલમાં સતત બે વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ બેંગલ્રુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલી રહી છે. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. 48 રનોની બઢત સાથે રમવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમે 274 રન પર પેવેલિયન ભેગી થઈ છે. ઓસ્ટ્રેલિયાને 88 રનની લીડ મળી છે.  
 
મૈથ્યૂ વેડ અને મિશેલ સ્ટાર્કે રમતને આગળ વધારતા બઢત 70 રનની પાર પહોંચાડી હતી. ત્યારબાદ આર. અશ્વિને સ્ટાર્કને આઉટ કરી ટીમ ઈંડિયાને સાતમી સફળતા અપાવી. સ્ટાર્કે 26 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ રવિન્દ્ર જડેજાએ એક પછી એક કરીને મૈથ્યૂ વેડ (40) અને નાથન લિયોન (0) ને આઉટ કર્યા. ઓસ્ટ્રેલિયાની બઢત 80 રન પાર પહોંચી ચુકી છે.