1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (13:22 IST)

IND vs ENG: ચેન્નઈની પીચ પર કિચ કિચ કરનારા ઈગ્લેંડ માટે મોટેરા માં પાથર્યુ લીલુ ઘાસ

અમદાવાદ્ ભારતીય ટીમ ચેન્નઈમાં હતી પણ ટીમે આગામી ટેસ્ટ માટે રણનીતિ બનાવવી શરૂ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ડે નાઈટ રહેશે અને ગુલાબી બોલ દ્વરા રમાશે. આ માટે તૈયારી પણ જુદી રીતે કરવાની જરૂર હોય છે. 
 
મેચ પછી હાર્દિક પડ્યા અને ચેતેશ્વર પુંજારા ગુલાબી બોલથી પ્રેકટિસ કરતા જોવા મળ્યા. મતલબ ભલે મેચમાં હાલ લગભગ એક અઠવાડિયાનો સમય બાકી છે પણ ટીમ કોઈ કસર છોડવા માંગતુ  નથી. 
 
મોટેરાના નવા બનેલા સ્ટેડિયમમાં પરિસ્થિતિઓ ચેન્નઈથી જુદી રહેશે. પિચ પર ઘાસ હશે જે પિંક બોલ ટેસ્ટ મેચ માટે ખૂબ જરૂરી છે. અમદાવાદ આ મોટા ટેસ્ટ મેચ માટે તૈયાર થઈ રહ્યુ છે. 
motera
ગુજરાતના ક્રિકેટર સમિત ગોહેલે અંગ્રેજી છાપુ ધ ઈંડિયન એક્સપ્રેસને જણાવ્યુ, આ મેદાન પર બે પ્રકારની પિચ છે. રેડ સોઈલ અને ક્લેવાળી પિચ. ગુલાબી બોલને ઘાસની જરૂર હોય છે અને પિચ હજુ ફ્રેશ છે.  તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પિચ સારુ રમી. જો કે આ વૉઈટ બોલ ટૂર્નામેંટ હતી પણ બોલ બેટ પર સારી રીતે આવી રહી હતી. 
 
ગોહેલ જો કે માને છે કે ફેબ્રુઆરીમાં ઝાકળ એક મોટુ ફેક્ટર બની શકે છે. તેમણે કહ્યુ, જ્યારે ઝાકળ ખૂબ વધુ હોય છે તો બોલ ભીની થઈને ભારે થઈ જાય છે અને આ સ્વિંગ થવી બંધ કરી દે છે. ન તો પારંપારિક સ્વિંગ થાય છે કે ન તો રિવર્સ. સ્પિનર્સને પણ ગ્રિપ મળતી નથી.  હાલ મોસમ ગરમ છે પણ સાંજે ઠંડુ થઈ જાય છે. આવામાં ઝાકળની અસર જોવા મળી શકે છે. 
 
ત્રીજી ટેસ્ટમાં ઘણુ બધુ દાવ પર લાગ્યુ છે. ભારતને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે આ શ્રેણી 2-1થી જીતવી જરૂરી છે. શુ ભારત આવુ કરી શકશે એ માટે શ્રેણીની ત્રીજી મેચ ખૂબ જ મહત્વની છે. ટીમ મેનેજમેંટ આ વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યુ છે. મોટેરાની પરિસ્થિતિઓના હિસાબથી ટીમ પસંદ કરવી પણ મેનેજમેંટ સામે મોટો સવાલ છે. 
 
જ્યા સુધી ઈગ્લેંડની બોલિંગના આક્રમણની વાત છે તો મદદરૂપ પરિસ્થિતિઓમાં તે ખૂબ કારગર સાબિત થઈ શકે છે. જેમ્સ એંડરસન અને જોફ્રા આર્ચરનો પ્લેઈગ ઈલેવનમાં આવવુ લગભગ નક્કી થયુ છે. સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી સ્ટોને પણ પ્રભાવિત કર્યા છે. ઈગ્લેંડને જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવુ છે તો તેને 3-1થી આ શ્રેણી જીતવી પડશે. જે હાલ ખૂબ પડકારરૂપ જોવા મળી રહી છે.