રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (11:52 IST)

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

Suryakumar Yadav-Gautam Gambhir
India vs South Africa 1st T20I Match: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે ટી20 ઈંટરનેશનલ મેચની સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે. પા6ચ મેચોની આ સીરિઝનો પહેલો મુકાબલો 9 ડિસેમ્બર એટલે કે મંગળવારે થવાનો છે.  આ દરમિયાન પ્રશ્ન એ છે કે ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવન આ પહેલા મેચમાં કોણ કોણ હશે. ચાલો ભારતની શક્યત પ્લેઈંગ ઈલેવન બનાવવાની કોશિશ કરીએ.  
 
 
શુભમન ગિલ અને અભિષેક શર્મા કરશે ઓપનિંગ 
ભારતની વનડે અને ટેસ્ટ ટીમના કપ્તાન શુભમન ગિલ થોડા દિવસ પહેલા ઘાયલ થઈ ગયા હતા. પણ હવે તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે અને આગામી શ્રેણી રમવા માટે તૈયાર છે.  આવામાં આ વાતની પુરી શક્યતા છે કે શુભમન ગિલ અને અભિષેક શર્મા રમતની શરૂઆત કરતા જોવા મળશે.  આ બંને ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને તિલક  વર્માનુ પણ રમવુ નક્કી છે.  હા કયો બેટ્સમેન નંબર ત્રણ પર આવશે અને કોણ ચાર પર આવશે તેનો નિર્ણય મેચની કંદીશન જોતા લેવામાં આવશે.  
 
હાર્દિક પંડ્યાના આવવાથી ટીમ થઈ મજબૂત,  શિવમ દુબેને પણ મળી શકે છે તક 
 હાર્દિક પંડ્યા પણ ફિટ છે અને વાપસી માટે તૈયાર છે. એશિયા કપ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે વાપસી કરી રહ્યો છે. હવે હાર્દિક પાછો ફર્યો છે, તે નક્કી છે કે તે પ્લેઇંગ ઇલેવનનો ભાગ હશે. શિવમ દુબે પણ ઓલરાઉન્ડર તરીકે રમતા જોવા મળી શકે છે. અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડર હશે. સૂર્યા પાસે વિકેટકીપર-બેટ્સમેન માટે બે વિકલ્પો છે જેમાં સંજુ સેમસન અને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. જોકે, એ ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે કે કીપરને નીચેના ક્રમમાં બેટિંગ કરવાની જરૂર પડશે, તેથી જીતેશને તક આપવામાં આવશે.
 
જસપ્રીત બુમરાહ પણ આજની મેચ રમશે 
આ ઉપરાંત જો બોલિંગની વાત કરીએ તો તેમા જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ જોવા મળી શકે છે. એટલે કે ટીમનુ ફોકસ બેટિંગ અંતિમ બેટ્સમેન સુધી રાખવાનુ હોઈ શકે. જો કે ભારતીય ટીમ કયા 11 ખેલાડીઓને મેદાનમા ઉતારશે તેનો નિર્ણય ત્યારે થશે જ્યારે સાંજે કપ્તાન સૂર્ય કુમાર યાદવ ટોસ માટે મેદાનમાં ઉતરશે.   
 
ભારતની સંભવિત પ્લેઈંગ XI: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.