બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (20:42 IST)

ગૌતમ ગંભીર બતાવ્યો ધોની અને કોહલીની કપ્તાની વચ્ચેનો ફરક

રોયલ ચેલેંજર્સ બેંગલોર (આરસીબી) 2008 થી અત્યાર સુધી ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં ખિતાબ જીતી શકી નથી. આ ટીમમાં કપ્તાન વિરાટ કોહલીના ઉપરાંત દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ પણ છે. પરંતુ તેમ છતા ટીમ ક્યારેય પણ ખિતાબ જીતી શકી નહી. આરસીબી 2016માં ફાઈનલ સુધી પહોંચી, પણ સનરાઈઝર્સ હૈદારાબાદથી હારી ગઈ હતી.  હવે આરસીબી 13માં સંસ્કરણ માટે પોતાની કમર કસી રહી છે. છેલ્લી બે સીઝનમાં તો ટીમ પ્લેઓફમાં પણ નહોતી પહોંચી શકી.   2019માં ટીમ અતિમ સ્થાન પર રહી હતી.  કોહલી છેલ્લે ત્રણ સીઝનથી ટીમના કપ્તાન છે, પણ સ્થિતિ ન તો બદલી કે ન તો સુધરી. 
 
કલકત્તા નાઈટ રાઈડરસ (કેકેઆર)ના પૂર્વ કપ્તાન ગૌતમ ગંભીર તેનુ કારણ બતાવતા કહ્યુ, "વિરાટ કોહલીનુ કહેવુ છે કે જયારે કપ્તાનના રૂપમાં તમે ટીમથી સંતુષ્ટ હોય તો તમારા દિલમાં આ સ્પષ્ટ થાય છે કે પ્લેઈંગ ઈલેવન શુ હશે.  જ્યારે તમે સંતુષ્ટ થાવ છો તો તમારા મનમાં શાંતિ રહે છે. ત્યારે તમે આ જાણવાની કોશિશ નથી કરતા કે પ્લેઈંગ ઈલેવન બેસ્ટ શુ હોઈ શકે છે." 
 
ગૌતમ ગંભીર સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ શો માં કહ્યુ, 'મને હજુ પણ લાગે છે કે આરસીબીની બેટિંગ ભારે છે. બોલિર એટલા માટે ખુશ રહે છે કે તેમને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાત મેચ નથી રમવાની' ગંભીરે મહેંદ્ર સિંહ ધોની અને વિરાત કોહલીની કપ્તાનીના ફરકને પણ બતાવ્યો. તેઓ ઈચ્છે છે કે કોહલી પ્રથમ 6-7 મેચમાં પ્લેઈંગ ઈલેવનને એક જેવી રહેવા દે. 
 
તેમણે કહ્યુ, "ધોની પ્રથમ 6-7 મેચમાં એ જ ટીમ રાખે છે અને આરસીબી સતત પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે. તેથી તેમની ટીમમાં સંતુલન નથી બેસતુ.  તેથી હુ ઈચ્છુ છુ કે જો આરસીબીની સારી શરૂઆત નહી થાય ત્યારે પણ તેને 6-7 મેચમાં એ જ પ્લેઈંગ ઈલેવન રમાડવા જોઈએ." 
 
બીજી બાજુ વિરાટ કોહલીને લાગે છે કે તેમની ટીમ સૌથી સંતુલિત છે, પણ મહત્વની વાત એ રહેશે કે ટીમ કેવુ પરફોર્મ કરે છે. આરસીબીએ પોતાની પ્રથમ મેચ 21 સપ્ટેમ્બરના રોજ સન રાઈઝર્સ હૈદરાબાદથી દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમવાની છે. ઉલ્લેખનીય છે કે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની શરૂઆત 19 સપ્ટેમ્બર થી થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે.  કોરોના વાયરસ મહામારીને કારણે આ વર્ષે આ ટૂર્નામેંટ યુએઈમાં રમાશે અને ફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે.