ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 29 એપ્રિલ 2024 (11:44 IST)

હાર્દિક પંડ્યા બન્યા કાકા.... મોટાભાઈએ શેયર કરી ખુશખબર... નામનો પણ કર્યો ખુલાસો

Hardik Pandya
- કૃણાલ પંડ્યાએ તેના નાના પુત્રનું નામ વાયુ રાખ્યું છે
- પંડ્યા ભાઈઓના ઘરમાં કિલકારી ગુંજી 
 
 
લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. કૃણાલની ​​પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. LSG તરફથી IPLમાં રમી રહેલા કૃણાલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. આમ હાર્દિક પંડ્યા કાકા બની ગયો છે જ્યારે અગસ્ત્ય પંડ્યાને એક નાનો ભાઈ મળ્યો છે. હાર્દિક પંડ્યા હાલ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. કૃણાલ પંડ્યાને બીજી વખત પિતા બનવા બદલ અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. IPL વચ્ચે પંડ્યા બ્રધર્સના ઘરમાં ખુશીનો માહોલ છે.