શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :બર્મિધમ , ગુરુવાર, 15 જૂન 2017 (17:08 IST)

Live INDIA vs BANGLADESH Semi Final : જાઘવે તમીમને કર્યો OUT, ભારતને મળી ત્રીજી વિકેટ

. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી, 2017ની બીજી સેમીફાઈનલ એજબ્ટનના બર્મિધમમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મેચ રમાય રહી છે.  ચેમ્પિયંસ ટ્રોફીમાં બાંગ્લાદેશ ભલે 11 મેચ રમ્યુ છે. પણ 19 વર્ષો દરમિયાન આ ટીમ ભારત સામે પહેલીવાર ટકરાશે.  આ મેચથી બીજુ ફાઈનલિસ્ટનો નિર્ણય થશે.  જ્યા પાકિસ્તાન ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગયુ છે.  બીજી બાજુ ડિફેંડીન્ગ ચેમ્પિયન ટીમ ઈંડિયા ખિતાબ બચાવવાના ઉદ્દેશ્યથી મેદાન પર છે. 
 
 
જો ટીમ ઈંડિયા ફાઈનલમાં પહોંચશે જેની પ્રબળ શક્યતા છે તો ફરી તમને એવી ફાઈનલ જોવા મળશે જેની રોમાંચની કોઈ સીમા નથી.  ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યો છે.  વરસાદને લીધે મેદાન ભીનુ હોવાથી મેચ મોડી શરૂ થઈ છે. મેચ નિર્ધારિત સમય કરતા 10 મિનિટ મોડા શરૂ થઈ.  બાગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાઅ 13 ઓવરમાં 65 રન બનાવ્યા છે. તમીમ ઈકબાલ (21) અને મુશફિકુર રહીમ (13) સાથે ક્રિઝ પર છે.  ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી છે.  સૌમ્ય સરકાર(0) અને શબ્બીર રહેમાન (19) આઉટ થઈ ચુક્યા છે.