શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (22:08 IST)

LIVE India Vs England 3rd Test match day 3: ચેતેશ્વર પુજારા અને વિરાટ વચ્ચે હાફસેંચુરી ભાગેદારી, 200 ને પાર ભારતનો સ્કોર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતે બીજા દાવમાં 2 વિકેટના નુકશાને 200 રન બનાવ્યા છે. હાલમાં ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલીની જોડી ક્રીઝ પર હાજર છે. બંને બેટ્સમેનો વચ્ચે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ છે.
 
-  64 ઓવર બાદ ભારતનો સ્કોર 171/2 છે, વિરાટ કોહલી 21 અને ચેતેશ્વર પૂજારા 74 રન રમી રહ્યા છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ છે.

 
- 60 ઓવર રમાઈ ચૂકી છે અને ભારતનો સ્કોર 162/2 છે, ચેતેશ્વર પૂજારા 71 અને વિરાટ કોહલી 15 રને રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ દ્વારા લેવાયેલી 354 રનની લીડથી હજુ 192 રન પાછળ છે.