શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (23:51 IST)

India vs Sri Lanka, 2nd ODI: દીપક ચાહરની મેચ વિનિંગ રમત, ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યુ

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં  વનડે સિરીઝની બીજી મેચ રમાય રહ્યો છે. શ્રીલંકા તરફથી મળેલ 276 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 126 રન બનાવી લીધા છે.  સૂર્યકુમાર યાદવ 37 અને ક્રુનાલ પંડ્યા 2 રને અણનમ છે. આ પહેલા ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 275 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ચરિથ અસલાન્કા અને અવિશ્કા ફર્નાન્ડોએ પચાસ રન બનાવ્યા.

 
LIVE UPDATES-
 
- ભારત સામે શ્રીલંકાની પ્લેઈગ ઈલેવન -  અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાવુકા, ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, દશૂન શનાકા, વાનીન્દુ હસારંગા, ચમિકા કરુનારત્ને, કસુન રાજીથા, દુથમંથ ચામિરા, ઇશાન જયરત્ને.

11:36 PM, 20th Jul
- ભારત તરફથી દિપક ચહરે અણનમ 69 અને સૂર્યકુમાર યાદવે 53 રન બનાવ્યા. તેમના સિવાય મનિષ પાંડેએ 37 અને કૃણાલ પંડ્યાએ 35 રનનું યોગદાન આપ્યું હતું

-  દીપક ચહરે વનડેમાં તેનો પ્રથમ હાફ સેંચુરી મારી  હતી. ભારતને મેચ જીતવા માટે ફક્ત 31 રનની જરૂર છે. ભારતીય ટીમે 45 ઓવરમાં સાત વિકેટે 245 રન બનાવ્યા હતા.

- ભારતે 44 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. મેચ જીતવા માટે હજી 35 રનની જરૂર છે. દિપક ચહર 49 અને નાયબ કેપ્ટન ભુવનેશ્વર કુમારે 5 રન બનાવ્યા છે.

11:35 PM, 20th Jul
- ભારતે તેની સાતમી વિકેટ 35.1 ઓવરમાં 193 રનમાં ગુમાવી દીધી હતી. કૃણાલ પંડ્યા 54  બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 35 રન બનાવી આઉટ થયો હતો. દીપક ચહર ખૂબ ધીમી બેટિંગ કરી રહ્યો છે.

09:28 PM, 20th Jul
- ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ પર 126 રન બનાવી લીધા છે, સૂર્યકુમાર યાદવ 37 અને ક્રુણાલ પંડ્યા બે રન પર અણનમ છે. 
- ભારતે 18 ઓવરમાં 116 રન સુધી પોતાની 5 વિકેટ ગુમાવી. ઓલરાઉંડર હાર્દિક પડ્યા ખાતુ પણ ન ખોલી શક્યા અને આઉટ થઈ ગયા


04:45 PM, 20th Jul
- શ્રીલંકાની ટીમના 100 રન પૂરા થઈ ગયા છે. હાલમાં અવિશ્કા ફર્નાન્ડો 41 અને ધનંજય ડી સિલ્વા 14 રન બનાવીને રમી રહ્યા છે
- ચહલે શ્રીલંકાને બે બોલમાં બે ઝટકા આપ્યા હતા અને ભારતને કમબેક કરાવ્યુ.. ભાનુકા રાજપક્ષે પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. ટીમનો સ્કોર 77-2 છે

04:03 PM, 20th Jul
- શ્રીલંકાના ઓપનરોએ ટીમને સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી પૂર્ણ કરી. 8 ઓવર પછી ટીમનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 53 રન છે. ફર્નાન્ડો 25 અને ભાનુકા 26 રન બનાવીને રમી રહ્યા છે.
- શ્રીલંકાના ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત આપી છે. 5 ઓવર પછી ટીમનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 28 રન છે. ફર્નાન્ડો 15 રમી રહ્યો છે જ્યારે ભાનુકા 12 રન બનાવી રહ્યો છે.