રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મેલબર્ન , શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:27 IST)

VIDEO: જ્યારે સંજય બાંગરને એમએસ ધોની બોલ્યા - બોલ લઈ લો નહી તો કહેશો કે સંન્યાસ લઈ રહ્યો છુ

વનડે મેચ જીતીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1 થી સીરિઝ જીત્યા પછી પરત પેવેલિયન ફરતા મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈંડિયા બેટ્સમેન કોચ સંજય બાંગરને જે કહ્યુ તે સાંભળીને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. મેલબર્ન ખાતે રમાયેલ અંતિમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલ્યાને 7 વિકેટથી હરાવી દીધુ. મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ અને બીજી વનડે પછી ત્રીજી વનડેમાં પણ 87 રનની હાફ સેંચુરી રમત રમીને અણનમ રહ્યા.  તેમની સાથે કેદાર જાધવે પણ 61 રનની અણનમ હાફસેંચુરી રમત રમીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.  મેચ પૂરી થયા પછી જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે બંનેને શાબાશી આપવા માટે ટીમના ખેલાડી, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ મેદાનમાં આવ્યો.