બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (10:31 IST)

Indian criketer મોહમ્મદ શમીને આપી ગાળ અને ઘરમાં ઘુસીને મારવાની કોશિશ

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને કલકત્તામાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શમીનો આરોપ છે કે ચાર વ્યક્તિએ તેમને ગાળો આપી અને તેમની બિલ્ડિંગના ગાર્ડને માર્યો પણ. ફરિયાદ મળ્યા પછી પોલીસે સીસીટીવીની મદદ્થી વ્યક્તિની ઓળખ કરી ચારેયની પકડી લીધા છે. તેમાથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારબાદ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા. 
 
શમીએ ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે શનિવારની રાત્રે કાર પાર્કિગ દરમિયાન એક વ્યક્તિ સાથે તેમનો વિવાદ થઈ ગયો હતો. બસ આટલી અમથી વાત પર તે વ્યક્તિ શમીને ગાળો આપવા માંડ્યો. શમીના મુજબ એ વ્યક્તિએ એ પણ કહ્યુ કે જો શમીએ ગાડી બહાર કાઢવાની કોશિશ કરી તો તેમને સબક શિખવાડવામાં આવશે. 
 
ટેલીગ્રાફ સાથે વાત કરતા શમીએ જણાવ્યુ કે તેમણે પોલીસને સૂચના આપી હતી અને આશા  છે કે તેમની સાથે સાથે તેમના પરિવારને પણ સુરક્ષા પુરી પાડવામાં આવશે. 
 
ઘટનાનો ઉલ્લેખ કરતા શમીએ જણાવ્યુ કે તે પોતાની પુત્રી અને પત્ની સાથે ક્યાયથી આવ્યા હતા અને ગાડી પાર્ડ કરવા માટે તેમન બૈક લઈ રહ્યા હતા. ત્યારે એક બાઈકવાળાએ બૂમ પાડીને શમીને કહ્યુ કે તેનો રસ્તો રોકવામાં આવ્યો છે.  જેને લઈને  બંને વચ્ચે બોલચાલ થઈ.  ત્યારબાદ એ વ્યક્તિ ત્યાથી જતો રહ્યો અને પોતાની સાથે ત્રણ બીજા લોકોને લઈને આવ્યો. પછી તેણે બિલ્ડિંગના કેયરટેકરને માર માર્યો અને શમીના ઘરે ઘુસવાની કોશિશ કરી. 
 
જણાવવામાં આવી રહ્યું છે કે એ લોકોએ શમીના અપાર્ટમેંટ પર હુમલો કર્યો હતો. મેનેજરનો કોલર પકડી તેની સાથે ખરાબ વર્તન કરી મારપીટ કરી હતી. શમી અને તેની પત્નિએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
 
26 વર્ષના શમીએ ભારત માટે ત્રણ ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. અત્યાર સુધી તેમણે 22 ટેસ્ટ અને 49 વનડે તેમજ સાત ટી20 મેચ રમી છે.