ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રાંચી. , બુધવાર, 21 એપ્રિલ 2021 (11:22 IST)

IPL વચ્ચે MS Dhoni માટે માઠા સમાચાર, માતા-પિતા થયા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેંદ્ર સિંહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. ધોની હાલ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની કરી રહ્યા છે. બુધવારે મહેન્દ્ર સિંહ ધોનીના પિતા પાન સિંહ અને તેમની માતા દેવીને રાંચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 
 
NBT મુજબ ડોક્ટર્સનુ કહેવુ છે કે ધોનીના માતા પિતાની સ્થિતિ સામાન્ય છે. તેમનુ ઓક્સીજન લેવલ ઠીક છે. પલ્સ સુપર સ્પેશલિટી હોસ્પિટલ મુજબ બંનેનુ સંક્રમણ ફેફ્સા સુધી પહોંચ્યુ નથી. ડોક્ટર્સને વિશ્વાસ છે કે થોડા દિવસમાં ધોનીની મમ્મી અને પપ્પા સ્વસ્થ થઈ જશે અને સંક્રમણ મુક્ત થઈ જશો. 
 
ધોનીના પિતા પાનસિંહે 1964 માં રાંચીના મેકૉનમાં જુનિયર નોકરી મેળવ્યા બાદ ઝારખંડમાં રહેવા લાગ્યા. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 95 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 2 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને 22 એપ્રિલના રોજ સવારે 6:00 વાગ્યાથી    29 એપ્રિલના રોજ સવારે 6: 00 સુધી રાજ્યમાં લોકડાઉન લગાવી દીધું છે.
 
ઉલ્લેખનીય છે  કે ઝારખંડમાં કોરોના કેસના આંકડા સતત વધી રહ્યા છે. મંગળવારે ઝારખંડમાં 4969 નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 172315 થઈ ગઈ છે. રાંચીમાં સૌથી વધુ 1703 નવા સંક્રમિત છે.