ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 14 માર્ચ 2021 (23:43 IST)

એમએસ ધોનીની સંન્યાસી લુકવાળો ફોટો થયો વાયરલ, બન્યા મજેદાર Memes

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ ચેન્નઈમાં છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી સીઝનની તૈયારી કરી રહ્યા છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કેપ્ટન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં ધોની સંન્યાસી લુકમાં જોવા મળી રહ્યો છે અને ચાહકો પણ તેના વિશે મજેદાર કમેંટ્સ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોટો ધોનીના એડ શૂટનો છે. આ ફોટો સ્ટાર સ્પોર્ટ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યો છે.
 
આ ફોટોને શેર કરતાં લખ્યું હતું કે, 'ધોનીનો આ નવો અવતાર જોઈને આપણને બધાને નવાઈ લાગી રહી છે, જે ઇન્ટરનેટ પર સનસની ઉભી કરી રહ્યુ છે.  તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?' આ ફોટામાં ધોની સંન્યાસી જેવા કપડાં પહેરેલ જોવા મળે છે, જેના માથા પર વાળ નથી. ધોનીના આ ફોટા પર પણ ઘણા મીમ્સ  બનાવવામાં આવી રહ્યા છે.








આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી રમાવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સને તેની પ્રથમ મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. સીએસકે માટે અગાઉની આઈપીએલ સીઝન ઠીક  નહોતી. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી નહોતી.