1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (20:40 IST)

IPL 2020 - એમએસ ધોનીના સ્ટાઈલને જોઈ પત્નીએ કરી કમેંટ, દાઢી જોઈને સાક્ષી બોલી..

IPL 020 - આઈપીએલ (IPL-14)નો પ્રથમ મુકાબલો મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ (MIVsCSK) ની વચ્ચે રમશે. આ મેચ સીએસકેએ 5 વિકેટ રહેતા જીતી લઈધી. 48 બોલ પર 71 રન બનાવનારા અંબાતી રાયદુ મેન ઓફ ધ મેચ રહ્યા. સંન્યાસ પછી પહેલીવાર ધોની ગ્રાઉંદ પર જોવા મળ્યા. ફેંસ તેમને રમતા જોવા માંગતા હતા.  જેવા તે પહેલીવાર ગ્રાઉંડ પર ઉતર્યા તો બધા નવાઈ પામ્યા.ધોનીની દાધી (MS Dhoni new Beard Style) ચર્ચાનો વિષય બની ગઈ.  ટૉસ દરમિયાન જ્યારે એમએસ ધોની પહોચ્યા તો મેચ રેફરી સાથે હાજર મુરલી કાર્તિક તેમની બાઈસેપ્સ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. ધોનીની દાઢીની સ્ટાઈલને જોઈને પત્ની પણ પ્રભાવિત થઈ ગઈ. તેણે ઈસ્ટાગ્રામ સ્ટોરી પઅર ફોટો નાખતા  - 'How Handsome' લખ્યુ  

 
સીએસકે ટૉસ જીતીને બોલિંગ કરવાના નિર્ણય પછી,  કાર્તિકે ધોનીને પૂછ્યું કે લોકડાઉન દરમિયાન તેણે ક્રિકેટથી દૂર રહેલા સમયનો કેવી રીતે ઉપયોગ કર્યો, જેના જવાબમાં તેણે જવાબ આપ્યો કે તેને ખુદને ફિટ રાખવામાં સમય ફાળવવાની સ્વતંત્રતા છે. તેણે સમયનો સારો ઉપયોગ કરવા બદલ ટીમના તમામ સભ્યોની પ્રશંસા પણ કરી. 
 
ધોનીએ ટોસમાં કહ્યું, " લોકડાઉનમાં સ્વયંને ફિટ રાખવા અને ખુદને સમય આપવાની પુરી લિબર્ટી હતી. હું મારી ટીમના દરેક સભ્યને અભિનંદન આપું છું, તેઓએ પણ આ જ કર્યું.
 
ધોની એક વર્ષ કરતા વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. અંતિમ ક્ષણે, જ્યારે ફાફ ડુ પ્લેસીસે વિનિંગ  રન લીધો ત્યારે ધોની નોન-સ્ટ્રાઈકર અંતે હતો. CSKએ આઈપીએલ 2020 ના અભિયાનની શરૂઆત ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને કરી.
 
ધોનીની આ પહેલી મેચ હતી કારણ કે તેણે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને તે પહેલાની જેમ એક્ટિવ દેખાતો હતો. જો કે, તે પોતાની બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં. પરંતુ તેણે શાનદાર કપ્તાની કરીને સીએસકેને મેચ જીતવામાં મદદ કરી. 
 
ચેન્નઈ સુપર કિંગ્સની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે થશે, જે 22 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ શારજહાં ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.