રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 28 જાન્યુઆરી 2024 (15:11 IST)

ભારત માટે કાળ બન્યા પોપ, રમી 196 રનની તોફાની ઇનિંગ

india vs eng test match
ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ 420 રનમાં સમેટાઈ ગયો હતો.
ઓલી પોપે 196 રનની શાનદાર ઇનિંગ રમી હતી
બુમરાહે 4 જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
 
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ 420 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 231 રનની જરૂર છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માટે ઓલી પોપ સ્ટાર હતો.
 
ઓલી પોપે બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું અને 196 રનની ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન પોપના બેટમાંથી 21 ચોગ્ગા આવ્યા હતા. પોપે ટોમ હાર્ટલી સાથે મળીને 9મી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. જસપ્રીત બુમરાહ બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી સફળ બોલર રહ્યો હતો.