1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :પટના. , શનિવાર, 27 જાન્યુઆરી 2024 (16:55 IST)

અમિત શાહે બંધ કર્યા હતા નીતીશ માટે BJPના દરવાજા, હવે કંઈ ચાવીથી ખુલી રહ્યા છે ? 7 પોઈંટથી સમજો આખુ ગણિત

amit shah nitish kumar
amit shah nitish kumar

nitish kumar amit shah
- બિહારના રાજકારણમાં પરિવર્તનની તૈયારી 
- નીતિશ કુમાર ફરી મારી શકે છે પલટી  
- ભાજપના બંધ દરવાજા નીતીશ માટે ખુલી રહ્યા છે 
 
 બિહારના રાજકારણમાં હાલ જે ફેરફારની પટકથા તૈયાર થઈ ચુકી છે તે બિહારની રાજનીતિને જ ચોંકાવી રહી છે.  મૂંઝવણભરી રાજનીતિ એ હકીકત પરથી સમજી શકાય છે કે કર્પૂરી ઠાકુરની જન્મજયંતિના એક દિવસ પહેલા જ તેમને 'ભારત રત્ન' જાહેર કરવામાં આવ્યા હતા. બીજેપીનું રાજ્ય નેતૃત્વ સીધું કહેતું હતું કે 'કોઈના ખભા પર બેસીને રાજનીતિ ન કરો'. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે પણ નીતિશ કુમાર માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવ્યું હતું. તો સવાલ એ ઊભો થાય છે કે જો અમિત શાહે નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ કરી દીધા હતા તો તેઓએ કઈ ચાવીથી ખોલ્યા? આવો તમને જણાવીએ આના સાત કારણો...
 
I.N.D.I.A. ગઠબંધનનો ભય  
ઉલ્લેખનીય છે કે જે પ્રતિક્રિયા સ્વરૂપ I.N.D.I.A. ગઠબંધનનો પાયો રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુક્યો, એ શરૂઆતમાં બીજેપીના નેતૃત્વ પર દબાણ ન બનાવી શકી. કારણ એ હતુ કે ત્યારે અનેક રાજ્યોના કોગ્રેસ વિરોધી દળ આ પ્લેટફોર્મ પર આવ્યા નહોતા. જેને કારણે બીજેપીના મોટાભાગના રાજ્યોમાં સીધી ફાઈટની શકયતા ઓછી હતી.  પણ જ્યારે નીતીશ કુમારના પ્રયાસમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ પણ I.N.D.I.A. ગઠબંધન પર  સવાર થઈ ગયા તો નરેન્દ્ર મોદીના રણનીતિકારોને I.N.D.I.A. ગઠબંધનના શિલ્પકાર અને રાજનીતિના ચાણક્ય તરીકે જાણીતા નીતીશ કુમાર ખૂબ મોટો પડકારના રૂપમાં ઉભર્યા. જો કે I.N.D.I.A. ગઠબંધનના શિલ્પકારને ગઠબંધનમા વધુ મહત્વ મળ્યુ નહી. પરંતુ ભાજપને I.N.D.I.A. વેરવિખેર કરવા માટે મિશન નીતીશ પર  લગાવવુ પ
 
જીતની ખાતરી ન આપી શક્યું રાજ્યનું નેતૃત્વ 
જેડીયુના એનડીએ ગઠબંધનથી અલગ થયા પછી, ભાજપનું રાજ્ય નેતૃત્વ તેના તમામ સહયોગી પક્ષો સાથે કેન્દ્રીય નેતૃત્વને ખાતરી આપી શક્યું નથી કે 2024 નું પ્રદર્શન 2019 ની લોકસભા ચૂંટણીના પરિણામો જેવું હશે. આરજેડીની 30 ટકા વોટબેંકની સાથે અન્ય પછાત વર્ગો અને દલિતોના વોટ ગુમાવવાનો ડર અમુક અંશે તેમને પરેશાન કરવા લાગ્યો.
 
બિહારમાં જાતિ સર્વેક્ષણ
જાતિ સર્વેક્ષણ અને અનામતની વધેલી ટકાવારીને કારણે પછાત અને અત્યંત પછાત વોટબેંક પર મહાગઠબંધનનો પ્રભાવ પણ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની ગયો. ભાજપને નુકસાન થશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
 
 
લોકસભા ચૂંટણી 2024માં 25 થી 30 સીટોનું નુકસાન
લોકસભા ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા ચૂંટણી સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે NDA બિહારમાં 25 થી 30 બેઠકો ગુમાવી શકે છે. ભાજપ માટે આ એક મોટું નુકસાન જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપને જેડીયુ સાથે સ્વાભાવિક ગઠબંધનની જરૂર દેખાઈ.
 
 હિન્દી બેલ્ટમાં બીજેપીનુ સંતૃપ્તિના બિંદુએ પહોંચ્યું
2019ની લોકસભા ચૂંટણીમાં હિન્દી બેલ્ટ (યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ)માં બીજેપીને લગભગ બધી સીટો મળી ગઈ હતી. આ સ્થિતિમાં બીજેપી સૈંચુરેશન પોઈંટ પર પહોચી ગઈ.  આ કારણે ભાજપને પણ જેડીયુની જરૂર લાગવા માંડી. કારણ કે જો બિહારમાં સીટોનું નુકસાન થયું હોય તો તેની ભરપાઈ કોઈ રાજ્ય કરે તેવું લાગતું ન હતું. ભાજપના રણનીતિકારો પણ દક્ષિણમાં કોંગ્રેસના વધતા પ્રભાવથી ચિંતિત હતા.
 
એકદમ પછાત વોટ બેંકમાં સેંધમારી 
બિહારના સંદર્ભમાં એ જોવામાં આવ્યુ છે કે નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદીની સાથે રહેવાથી અતિપછાત વોટ એનડીએને 80થી 85 ટકા મળી જાય છે.  પરંતુ 2015ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે નીતિશ આરજેડી સાથે ગયા ત્યારે મહાગઠબંધન 60 ટકા વોટ મેળવવામાં સફળ રહ્યું હતું અને એનડીએને 40 ટકા વોટ મળ્યા હતા. આ ડર ભાજપની નેતાગીરીને પણ સતાવી રહ્યો હતો.
 
મોદી નીતિશને પસંદ કરે છે
સાતમું અને સૌથી મોટું કારણ એ છે કે નરેન્દ્ર મોદીની પસંદગી નીતિશ કુમાર છે. નીતિશ કુમારે પણ પરિવારવાદની રાજનીતિ નથી કરી. બંનેવ્યવ્હાર કુશલ  છે. G-20 મીટિંગની તસવીર પણ આ બંનેના સમાન સ્વભાવની વાર્તા કહી રહી હતી. જ્યારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે નીતિશ કુમારનો પરિચય કરાવ્યો હતો.
 
આમ પણ રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર નથી. 'મીટી મેં મિલ જાયેંગે' કે 'સંઘ મુક્ત ભારત'નો નારો આપનાર નીતિશ કુમાર બીજી વખત ભાજપ તરફ વળી શકે છે, ત્યારે ત્રીજી વખત આવવું નવાઈની વાત નથી.