સર્જીકલ સ્ટ્રાઈક પર નારાજ આફરિદીએ સોશિયલ મીડિયા પર કાઢી ભડાશ
ભારત દ્વારા કરવામાં આવેલ સર્જીકલ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાની ક્રિકેટરે બંને દેશોને શાંતિનો અનુરોધ કરતા કહ્યુ છે કે પડોશી દેશોએ શાંતિ બનાવી રાખવી જોઈએ. જેનાથે ઘરોને ફાયદો થશે. ઉરી હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને 7 આતંકી કૈપોને વેરવિખેર કરી નાખ્યા. આ ઉપરાંત ભારતે 38 આતંકવાદીઓને ઠાર કર્યા.
ભારતના સર્જીકલ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફરીદીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યુ કે પાકિસ્તાન એક શાંતિ પ્રિય મુલ્ક છે. આપણે આટલુ મોટુ પગલુ કેમ ઉઠાવીએ જ્યારે આ મુદ્દો વાતચીતથી હલ થઈ શકે છે. તેમણે કહ્યુ કે બંને દેશોએ વાતચીતના માધ્યમથી પરસ્પર મુદ્દાને હલ કરવા જોઈએ. ઓલરાઉંડર આફરીદીએ પોતાના બીજા ટ્વીટમાં કહ્યુ કે પાકિસ્તાન બધા દેશો સાથે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધ ઈચ્છે છે. મારુ માનવુ છે કે જ્યારે બે પડોશી પરસ્પર લડે છે તો તેનાથી બંને ઘરમાં નુકશાન થાય છે.
આ પહેલા પાકિસ્તાનમાં વિપક્ષના નેતા અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને કહ્યુ હતુ કે તે પ્રધાનમંત્રી નવાજ શરીફને બતાવશે કે કેવી રીતે હુમલા પર પ્રતિક્રિયા આપવાની છે. ઈમરાને કહ્યુ કે શરૂઆતમાં તો મને નવાજ શરીફને એક સંદેશ આપવાનો હતો. પણ હુ મોદીને પણ એક સંદેશ આપીશ.