બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (17:31 IST)

IND vs SA Test: વિરાટના પરિવાર આવી મોટી મુસીબત? દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા અચાનક ઘરે પરત આવ્યા

SA vs IND: Virat Kohli returns to India due to family emergency
Virat Kohli Ind vs Sa test series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્ક્લી વધી ચુકી છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)સાઉથ આફ્રિકાથી અચાનક સ્વદેશ પરત ફર્યા છે. 
 
વિરાટ કોહલી ફેમિલી ઈમરજ્ંસીના કારણે ઘરે પરત ફર્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ઈન્ટ્રા-સ્કવોડમાં પણ ભાગ લઈ શકશે નહીં. જોકે, તે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે.

 
ઉલ્લેખનીય છે કે  વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા (IND vs SA ટેસ્ટ)માં ચાલી રહેલી ત્રણ દિવસીય ઇન્ટ્રા સ્ક્વોડમાં રમ્યો નહોતા, કારણ કે તેમને ફેમિલી ઈમરજ્ંસીના કારણે ઘરે પરત ફરવું પડ્યું હતું. પીટીઆઈ સાથે વાત કરતા, બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે વિરાટ કોહલી સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર પરત ફરશે.
 
મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.આપને જણાવી દઈએ કે ઝડપી બોલર મોહમ્મદ શમી પહેલા જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી ફિટનેસના કારણે ટેસ્ટ સિરીઝ રમી શકશે નહીં.