1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 મે 2023 (12:12 IST)

સચિન તેદુલકરે મુંબઈમાં નોંધાવી FIR, ઈંટરનેટ પર વાયરલ થઈ રહેલ તેમની નકલી અવાજ પર લીધી એક્શન

sachine
ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં FIR નોંધાવી છે. તેમણે તેમના નામ, તેમના અવાજ અને તેમની તસ્વીરનો ખોટો ઉપયોગ કરવા બદલ ફરિયાદ કરી છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની નકલી અવાજ અને તેમની નકલી તસ્વીર ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.  જેમા ખૂબ વધુ અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  હવે આ મુદ્દા પર સચિન તેન્દુલકરનો પ્રથમ રિએક્શન સામે આવ્યુ છે.  છેલ્લા અનેક દિવસોથી ઈંટરનેટ પર મીમના રૂપમાં સચિનની અવાજમાં ખૂબ ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે.  જેના કારણે આજે અંતમા તેમણે એક્શન લેવી પડી છે.  સચિન સામાન્ય રીતે ખુદને કૉંટ્રોવર્સીથી ખૂબ વધુ દૂર રાખે છે. પરંતુ આ વખતે તેમની છબિને આને કારણે ખૂબ વધુ નુકશાન થઈ રહ્યુ હતુ.    
સચિને આ ધારાઓ હેઠળ લીધી એક્શન 
મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં સચિન તેન્દુલકરે કંપ્લેન નોંધાવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ સેલે અજ્ઞાત લોકો વિરુદ્ધ આઈપીસીની ધારા 426, 465 અને 500 હેઠળ કમ્પલેન નોંધાવી છે. શુક્રવારે સચિન તેંડુલકરે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જેમ જેમ ડિજિટલ ટેક્નોલોજી વધે છે અને વધુ લોકોને સશક્ત બનાવે છે, આપણે એક સમાજ તરીકે સાથે મળીને કામ કરવાની જરૂર છે, જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચે વધુ માહિતી પહોંચાડી શકાય. અમે જોયું છે કે સચિન તેંડુલકરના ફીચર્સ ઇન્ટરનેટ પર ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે. અમે સાયબર સેલ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આને હાઇલાઇટ કર્યું છે જ્યાં આવી ભ્રામક જાહેરાતો ફેલાવવામાં આવી રહી છે.