બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (17:54 IST)

IND vs SL: 10 ચોક્કા..1 સિક્સર Virat Kohli એ મારી તોફાની સેંચુરી, Sachin Tendulkarના આ રેકોર્ડની કરી બરાબરી

IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ આજે ગુવાહાટીમાં રમાય  રહી છે. આ મેચમાં શ્રીલંકા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીની પહેલી મેચ આજે ગુવાહાટીમા રમાય રહી છે. આ મેચમા શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.  આ સિરીઝમાં વિરાટ કોહલી બ્રેક બાદ ભારતીય ટીમમાંથી પરત ફર્યો હતો અને તેણે આવતાની સાથે જ ફટકાબાજી કરી હતી.  કોહલીએ આ મેચમાં 80 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કરિયરની 45મી સદી છે. આ સાથે તેણે એક મોટા રેકોર્ડમાં સચિન તેંડુલકરની બરાબરી પણ કરી લીધી છે.
 
Virat Kohli એ સચિનના આ રેકોર્ડની કરી બરાબરી 
 
ઉલ્લેખનીય છે કે આ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા કોહલીએ રમતની શરૂઆત ધીમી કરી પણ પછી ઝડપથી સદી પૂરી કરી. આ તેમના કરિયરની 73મી સદી છે. કોહલીની આ ભારતીય જમીન 20મી સદી છે અને આ સાથ જ તેમને ગૉડ ઓફ ક્રિકેટ સચિન તેંદુલકરના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ઘરમાં સૌથી વધુ સદી લગાવવાના મામલે સચિન તેંદુલકર 20 સદી સાથે ટોપ પર છે. સચિન તેંદુલકરે ઘરમા 2011માં પોતાની અંતિમ સદી સાઉથ આફ્રિકા વિરુદ્ધ બનાવી હતી.  બીજી બાજુ વાત વિરાટ કોહલીની કરીએ તો આ રન મશીન આ મેચ પહેલા 19 સદી હતી પરંતુ આ સાથે જ તેનની 20 સદી થઈ ગઈ છે અને સચિનના રેકોર્ડની તેમણે બરાબરી કરી લીધી છે.