રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (18:29 IST)

એમ એસ ધોનીના સંન્યાસની અફવાહો પર પત્ની સાક્ષીએ ફક્ત ત્રણ શબ્દોમાં આપ્યો જવાબ

એમએસ ધોનીના સંન્યાસની અફવાહોએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી હતી. જેના પર તેમની પત્ની સાક્ષી ધોનીએ ટ્વિટર પર ફક્ત ત્રણ શબ્દોમાં પોસ્ટ કરતા એ બધી અફવાહો પર વિરામ લગાવી દીધુ જેણે ફેન વચ્ચે હલચલ મચાવી હતી.

વિરાટ કોહલીએ ગુરૂવારે 2016 ટી 20 વર્લ્ડ કપની એક જૂની તસ્વીર શેયર કરતા એ મેચમાં ધોનીની બેટિંગ યાદ કરી હતી.

આ તસ્વીરને જોતા જોત જોતામાં સોશિયલ મીડિયા પર એ મેસેજ સાથે વાયર્લ કરવામાં આવી કે આજે સાંજે 7 વાગ્યે પ્રેસ કોંફરેંસ કરીને ધોની સંન્યાસનુ એલાન કરવા જઈ રહ્યા છે.

પણ ધોનીની પત્ની સાક્ષીએ ટ્વિટર પર આ અફવાહો વિશે લખ્યુ કે આને અફવા કહે છે.