શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : શુક્રવાર, 7 જૂન 2019 (17:27 IST)

જ્યારે પાકિસ્તાની ટીમ મેદાન પર નમાજ અદા કરી શકે છે તો ધોની બલિદાન બૈજ કેમ નથી પહેરી શકતા ?

આપણા દેશમાં ક્રિકેટનો કોઈ ધર્મ નથી. પણ ક્રિકેટ જ ધર્મ છે.  વાત જ્યારે ક્રિકેટની રમતથી દેશભક્તિ સુધી પહૉચે છે તો ભારતીય ફેંસના જોશ આગળ કોઈ ટકતુ નથી.  ભલે ક્રિકેટર્સને ભગવાનનો દરજ્જો આપવાની વાત હોય કે પછી સેનાના સમર્થનની. દેશવાસી દરેક મોરચે જુનૂન સાથે ઉભા રહે છે. 
 
ગુરૂવારથી એક એવો વિવાદ સામે આવ્યો છે જે ક્રિકેટ અને સેનાના સન્માન સાથે જોડાયેલો છે.  જ્યારબાદથી ક્રિકેટ ફેંસના માથે વિશ્વકપ સાથે દેશભક્તિનુ પણ જુનૂન જોવા મળી રહ્યુ છે.  ધોનીના બલિદાન બૈજ લગાવીને રમવાથી નવો વિવાદ ઉભો થયો છે. 
આ વિવાદ પર પાકિસ્તાનના જ તારિક ફતેહએ વિરોધ બતાવ્યો છે. ફતેહ એ કહ્યુ કે જ્યારે પાક્સિતાની ટીમ રમતના મેદાન પર નમાજ અદા કરે શકે છે તો આઈસીસીને કોઈ સમસ્યા નથી થતી. પણ જ્યારે કોઈ ખેલાડી પોતાના ગ્લબ્સ પર એક નિશાન લગાવી લે છે તો તેમને તેનાથી શુ સમસ્યા થઈ રહી છે ?
 
ઉલ્લેખનીય છે કે આઈસીસીએ મહેન્દ્ર સિહ ધોનીના ગ્લબ્સ પર પૈરા મિલિટ્રી ફોર્સના બલિદાન બૈજના નિશાનને હટાવવાનુ ફરમાન રજુ કર્યુ છે.  જ્યારબાદથી લોકોનુ કહેવુ છે કે જ્યારે મેચ પહેલા ખેલાડી મેદાન પર નમાજ અદા કરી શકે છે તો પછી ધોનીનુ ગ્લબ્સ પર સેનાના બૈજની નિશાની લગાવીને રમવામાં શુ ખોટુ છે. ફૈસ આઈસીસીના આદેશને માનવા તૈયાર નથી અને તેને હવે સેનાના સન્માન સાથે જોડવામાં આવ્યુ છે. 
 
મહેન્દ્ર સિંહ ધોની પૈરા મિલિટ્રીના માનદ લેફ્ટિનેટ કર્નલ છે. એવામાં ધોની સત્તાવાર રૂપે બલિદાન બૈજનો ઉપયોગ કરી શકે છે.  તેથી ધોનીએ સેના પ્રતિ સન્માન બતાવતા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં પોતાના વિકેટકીપિંગ ગ્લ્બસ પર બલિદાન મેડલનુ નિશાન લગાવ્યુ હતુ.  જ્યારે ફૈસને આ વાતની જાણ થઈ તો દરેક ધોનીના ગુણગાન ગાવા માંડ્યા.