શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (20:43 IST)

IND vs SA: ટીમ ઈંડિયાને સાઉથ આફ્રિકામાં ફરી મળી નિષ્ફળતા, કૈપટાઉન ટેસ્ટ સાથે સીરીઝ પણ ગુમાવી

સાઉથ આફ્રિકા (South Africa)ને તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં હરાવવાની ભારતીય ટીમ(Indian Cricket Team) નુ સપનુ એકવાર ફરી અધુરુ રહી ગયુ. 2018ની જેમ એકવાર ફરી ટીમ ઈંડિયાની ખરાબ બેટિંગે ઈતિહાસ રચવાની તક છીનવી લીધી. કેપટાઉન (Cape Town Test)માં રમાયેલ ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં મેજબાન સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવીને સીરીઝ 2-1 થી પોતાને નામ કરી લીધી. મેચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાને જીત માટે 111 રનને જરૂર હતી, જ્યારે કે ભારતને 8 વિકેટની જરૂર હતી. પરંતુ કીગન પીટરસન અને રાસી  વૈન ડ્રંસની રમતના દમ પર સાઉથ આફ્રિકાએ કોઈપણ ખાસ પરેશાની વગર આ લક્ષ્ય મેળવી લીધુ. 

 
વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ 2018 પછી બીજી વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને આ વખતે ટીમને ઐતિહાસિક શ્રેણી જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. એબી ડી વિલિયર્સ, ફાફ ડુ પ્લેસીસ અને હાશિમ અમલા જેવા દિગ્ગજ બેટ્સમેનોની નિવૃત્તિને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ મજબૂત દેખાતી ન હતી, જ્યારે મહાન વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ પ્રથમ ટેસ્ટ બાદ નિવૃત્તિ લઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સાથે જ ઝડપી બોલર એનરિક નોરખિયા ઈજાના કારણે  સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જીત આસાન માનવામાં આવી રહી હતી, પરંતુ ત્રણ દિવસમાં જ તમામ અટકળો અને દાવાઓ ધ્વસ્ત થઈ ગયા.