ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું એલાન
23 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્દ શરૂ થઈ રહેલ ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટે બીસીસીઆઈએ ભારતીય ટીમનુ એલાન મંગળવારે કર્યુ. પહેલા બે ટેસ્ટ માટે બીસીસીઆઈએ બાંગ્લાદેશ વિરુદ્ધ જીતનારી 16 સભ્ય ટીમમાં કોઈ ફેરબાલ નથી કર્યુ. ઘાયલ થવાને કારણે ઝડપી બોલર મોહમ્મદ શમી અનેલેગ સ્પિનર અમિત મિશ્રા ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા. ટીમમાં 8 બેટ્સમેન, ચાર ઝડપી બોલર અને ચાર સ્પિનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ 23 થી 27 ફેબ્રુઆરી સુધી પુણેમાં, બીજી મેચ ચાર થી આઠ માર્ચ સુધી બેંગલુરુમાં, ત્રીજી મેચ 16થી 20 માર્ચ સુધી રાંચીમાં અને ચોથી તેમજ અંતિમ ટેસ્ટ મેચ 25 થી 29 માર્ચ સુધી ધર્મશાલામાં રમાશે.
ટીમ આ પ્રકારની છે -
વિરાટ કોહલી (કપ્તાન), મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જડેજા, ઈશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, કરુણ નાયર, જયંત યાદવ, કુલદીપ યાદવ, અભિનવ મુકુંદ અને હાર્દિક પંડ્યા.