1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2024 (17:52 IST)

ટીમ ઈંડિયાના સ્ટાર ખેલાડીએ કર્યુ સંન્યાસનુ એલાન, હવે નહી રમે ક્રિકેટ

Kedar Jadhav Retirement: ટી20 વિશ્વ કપ 2024 ચાલી રહ્યુ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચની રાહ જોઈ રહી છે.  જે 5 જૂનના રોજ આયરલેંડ વિરુદ્ધ રમશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  જાણવા મળ્યુ છે કે ભારતીય ક્રિકેટ રમી ચુકેલા અને આઈપીએલમાં અનેક ટીમોનો ભાગ રહી ચુકેલા કેદાર જાઘવે રિટાયરમેંટનુ એલાન કર્યુ છે. 
 
સોશિયલ મીડિયા પર કર્યુ રિટાયરમેંટનુ એલાન 

ભારતીય ક્રિકેટર કેદાર જાઘવે તત્કાલ પ્રભાવથી રમતા બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે અંતિમવાર 2020માં ન્યુઝીલેંડના વિરુદ્ધ ઑકલેંડમાં ભારતીય ટીમ માટે ઈંટરનેશનલ મેચ રમી હતી.  ત્યારબાદ તેઓ ટીમમાંથી બહાર હતા. આ પહેલા તેમને ઈંગ્લેંડ સામે રમાયેલ વનડે વિશ્વકપ 2019માં પણ ભાગ લીધો હતો. જાઘવે પોતાના સંન્યાસની પુષ્ટિ કરવા માટે ટ્વિટરની મદદલીધી અને પોતાના કરિયર દરમિયાન બધા સમર્થન અને પ્રેમ માટે પ્રશંસકોનો આભાર માન્યો. જાઘવે પોતાના ટ્વીટમાં લખ્યુ કે મારા પુરા કરિયરમાં તમારા પ્રેમ અને સમર્થન માટે તમારા બધાનો આભર. મને બપોરે 3 વાગ્યાથી ક્રિકેટના બધા પ્રારૂપોમાંથી રિટાયર માનવામાં આવે. 
 
આઈપીએલ પણ જીતી ચુક્યા છે કેદાર 
કેદાર જાઘવ ભલે વર્ષ 2019નો વિશ્વકપ રમ્યા હોય પણ 2023 વિશ્વકપ માટે તેઓ જોવા ન મળ્યા. જ્યારે ટી20 ઈંટરનેશનલ મેચોની વાત આવે છે તો તેમણે ફક્ત નવ મેચ રમી અને 123.23 ની સ્ટ્રાઈક રેટથી ફક્ત 122 રન બનાવ્યા. રસપ્રદ વાત તો એ છે કે  કેદાર જાઘવે 2018માં ચેન્નઈ સુપર કિંગ્સના ખિતાબી મુકાબલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અંતિમ વાર આઈપીએલ 2023ના બીજા હાફમાં રોયલ ચેલેંજર્સ બેગલુરુ માટે રમી હતી.  જાઘવ આ દરમિયાન જિયો સિનેમા માટે મરાઠી કોમેંટ્રી પણ કરી રહ્યા છે.  ટૂંકમાં તેમને આઈપીએલમાં આરસીબી અને સીએસકે ઉપરાંત બે વધુ ટીમો દિલ્હી કૈપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી.