India vs Ban. - જાણો કેમ કમજોર નહી સૌથી ખતરનાક ટીમ સાથે થશે વિરાટ સેનાનો સેમીફાઈનલ મુકાબલો
રવિવારે સાંજે થયેલ કરો યા મરોની હરીફાઈમાં વિરાટ સેનાએ દુનિયાની નંબર 1 વનડે ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયંસ ટ્રોફીના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો. હવે સેમીફાઈનલમાં ટીમ ઈંડિયનો સામનો સૌથી ખતરનાક ટીમ સાથે થશે જી હા વિરાટ કોહલીની ટીમ હવે 15 જૂનના રોજ મશરફે મુર્તજાની ટીમ સાથે ટકરાશે. આ હરીફાઈમાં જે પણ ટીમ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે.
જો કે પલડું ભારતનુ જ ભારે છે પણ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. ઉપરાંત બાંગ્લાદેશની ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી એવા એવા કારનામા કરી ચુકી છે કે તેને સૌથી ખતરનાક ટીમોની લિસ્ટમાં સૌથી ઉપર મુકવામાં આવે છે. બાંગ્લાદેશની ટીમમાં સારા ઓલરાઉન્ડર છે. મોટાભાગની મોટી ટીમો તેને કમજોર સમજે છે અને આ જ કારણ છેકે તેમને વારંવાર ઊંઘા મોઢે પડવુ પડે છે. વિરાટ કોહલીની ટીમને જો ફાઈનલમાં સ્થાન બનાવવુ છે તો તેમને બાંગ્લાદેશને હળવેથી લેવુ જોઈએ . જો ટીમ ઈંડિયા બાંગ્લાદેશને કમજોર માને છે તો એકવાર આ આંકડાઓ પર પણ નજર નાખી લે....
2007માં વિશ્વકપનો એ મુકાબલો યાદ છે ?
વિરાટ કોહલી અને તેની ટીમને વેસ્ટ ઈંડિઝમાં રમાયેલ 2007નો વિશ્વકપનો એ મુકબાલો યાદ કરવો જોઈએ. પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલમં રમાયેલ ગ્રુપ બી ના મુકાબલમામાં ભારત અને બાંગ્લાદેશ સામે સામે હતા. કપ્તાન સૌરવ ગાંગુલીએ એ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌરવે પોતે 66 અને યુવરાજ સિંહના 47 સિવાય કોઈ બેટ્સમેન બાંગ્લાદેશી આક્રમણ સામે ટકી સહ્ક્યો નથો. ભારતની આખી ટીમ 49.3 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ ગઈ. 192 રનનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 9 બોલ બાકી રહેતા આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. બાંગ્લાદેશ તરફથી તમીમ ઈકબાલે 51 અને મુશ્ફિકુર રહેમાને 56 અને શાકિબ અલ હસને 53 રનની રમત રમી હતી. યાદ રહે કે બાંગ્લાદેશે પણ આ વર્લ્ડ કપમાં ભારતના ગ્રુપ સ્ટેજ પરથી જ બહાર થવાની પટકથા લખી હતી.
2007માં વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાને પછાડ્યુ
આ વિશ્વકપમાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપર 8નો મુકાબલો ગુયાનાના પ્રોવિડેંસ સ્ટેડિયમમાં રમાયો હતો. દક્ષિણ આફ્રિકાના કપ્તાન ગ્રીમ સ્મિથે ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રિત કર્યુ. બાંગ્લાદેશે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 251 રન બનાવ્યા. દબાણમાં દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઈન બાંગ્લાદેશના બોલિંગ સામે ટકી શકી નહી. તેના બેટ્સમ્ને 50 ઓવર પુરી પણ ન રમી શક્યા અને 48.4 ઓવરમાં પેવેલિયન ભેગા થઈ ગયા.
2011 વિશ્વકપમાં ઈગ્લેંડને ચખાવ્યો હારનો સ્વાદ
વર્ષ 2011ના વિશ્વકપમાં ગ્રુપ બીનો મુકાબલો બાંગ્લાદેશ અને ઈગ્લેંડ વચ્ચે ચટગાવમાં રમાયો હતો. બાંગ્લાદેશના કપ્તાન શકૈબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો. ઈગ્લેનેડની આખી ટીમ 225માં ઓલ આઉટ થઈ ગઈ. બાંગ્લાદેશે 226 રનના લક્ષ્યનો પીછો ખૂબ જ શાનદાર રીતે કર્યો. ટીમે 49 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ મેચ જીતી લીધી અને ઈગ્લેંડને હારનો સ્વાદ ચખાડ્યો.
2015ના વર્લ્ડકપમાં પણ ઈગ્લેંડને ધોયુ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડમાં રમાયેલ અગાઉના વિશ્વ કપમાં પણ બાંગ્લાદેશે ઈગ્લેંડને પછાડ્યુ. એડિલેડ ઓવલમાં રમાયેલ આ મુકાબલામાં ઈગ્લેંડના કપ્તાન આયન મોર્ગને ટોસ જીત્યો અને બાંગ્લાદેશને બેટિંગનુ આમંત્રણ આપ્યુ. બાંગ્લાદેશે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા. જવાબમાં ઈગ્લેંડ લક્ષ્યના નિકટ તો પહોચ્યુ પણ તેને પાર કરતા પહેલા જ બધા બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા. અને ઈગ્લેંડની આખી ટીમ 48.3 ઓવરમાં 260 રન જ બનાવી શકી. આ રીતે બાંગ્લાદેશે આ મેચ 15 રનથી જીતી લીધી.
વર્ષ 2015 રહ્યુ શાનદાર
બાંગ્લાદેશ ટીમ માટે વર્ષ 2015 શાનદાર રહ્યુ. આ ટીમે 2015માં ભારત પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને સતત માત આપી. સૌ પહેલા બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને 17 એપ્રિલના રોજ 79 રનથી. પછી 19 એપ્રિલના રોજ 7 વિકેટ અને 22 એપ્રિલના રોજ 8 વિકેટથી હરાવ્યુ. આ બધી મેચ ઢાકામાં રમાઈ હતી. ત્યારબાદ ટીમ ઈંડિયાનો વારો આવ્યો. 18 જૂનના રોજ રમાયેલ મુલાબલામાં ભારતને જીત મળી. બે એશિયાઈ શેરોને ધરાશાયી કર્યા પછી હવે વારો આફ્રિકી સફારીનો હતો. 10 જુલાઈના રોજ ઢાકામાં રમાયેલ મુલાબલામાં આશા મુજબ જ દક્ષિણ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યુ. પણ ત્યારબાદ બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને ઉઠવાની તક ન આપી. 12 જુલાઈના રોજ ઢાકામાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે 7 વિકેટથી જીત નોંધાવી. પોતાની ઘરેલુ શ્રેણીમાં ઝિમ્બાબવેને સતત 3 મેચમાં હરાવ્યુ.
ભારતનો પલડો ભારી છતા કરવામાં આવે પૂરી તૈયારી...
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી 32 વનડે મેચ રમાય ચુકી છે. ભારતે તેમાથી 26 મેચમાં જીત નોંધાવી છે. જ્યારે કે 5 વાર બાંગ્લાદેશને ખુશી મનાવવાની તક મળી છે. 1 મેચનુ કોઈ રિઝલ્ટ નથી આવ્યુ. બંને ટીમો વચ્ચે મુકાબલો ભારતની જીત સરેરાશ 80 ટકાથી ઉપર છે. પણ આ પણ સત્ય છે કે પાંચ અવસરો પર બાંગ્લાદેશે ભારતને હરાવ્યુ છે. આવામાં ભારતને બાંગ્લાદેશ જેવી ખતરનાક ટીમને હળવેથી ન લેવી જોઈએ. ખાસ કરીને ચેમ્પિયંસ ટ્રોફીના સેમીફાઈનલમાં તો બિલકુલ જ નહી..