વિરાટે પુત્રીના આગમન પર લખી ભાવુક પોસ્ટ, અમારી પ્રાઈવેસીનુ સન્માન કરશો

virat kohli couple
નવી દિલ્હી.| Last Updated: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (20:19 IST)

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા થોડા સમય પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ વાતની ચોખવટ કરી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસને વચ્ચે જ છોડીને ભારત પરત આવ્યા હતા.
આ પહેલા તેઓ વનડે ટી -20 અને પ્રથમ ટેસ્ટમાં ટીમનો ભાગ રહ્યા હતા.
વિરાટ કોહલીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા ખૂબ જ ભાવુક શબ્દોમાં લોકોનો આભાર માન્યો છે.


વિરાટે ટિ્‌વટ કર્યું - અમે બંન્નેને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે બપોરે અમારે ત્યા એક પરી આવી છે.. અમે આપની પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખૂબ જ આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને એકદમ સ્વસ્થ છે અને અમે સૌભાગ્યશાળી છીએ કે અમને અમારા જીવનના આ ચૈપ્ટરનો અનુભવ કરવાનુ
સૌભાગ્ય મળ્યુ છે.
અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે દરેકને થોડી પ્રાઈવેસીની જરૂર હોય છે.

અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં થયો છે. કોહલી અને અનુષ્કાના નવેમ્બર 2018 માં લગ્ન થયા હતા. 27 ઓગસ્ટે તેમણે સોશિયલ મીડિયા પર આ વિશેની માહિતી શેર કરી હતી.


આ પણ વાંચો :