જાણો કયા મિત્રો સાથે વિરાટ-અનુષ્કાએ ઉજવ્યો New Year, શેયર કરી ફોટો

virat anushka
Last Modified શનિવાર, 2 જાન્યુઆરી 2021 (10:14 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ પોતાના ન્યૂ ઈયર સેલિબ્રેશનની ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વિરાટે પત્ની અનુષ્કા શર્મા, સાથી ખેલાડી હાર્દિક પડ્યા અને તેમની પત્ની નતાશા સાથે ન્યૂ ઈયર સેલિબ્રેત કર્યુ. આ સૌની સાથે ડિનર કર્યુ. વિરાટે આ ખાસ ડિનરની બે તસ્વીરો શેયર કરી અને પ્યારનો મેસેજ લખીને ફૈન્સને ન્યૂ ઈયરની શુભેચ્છા આપી.


વિરાટે ટ્વિટર બે તસ્વીરો શેયર કરતા લખ્યુ, 'મિત્ર જે સાથે ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા છે, તે પોઝિટીવ સમય સાથે વિતાવે છે. સુરક્ષિત વાતાવરણમાં મિત્રો સાથે મળવુ આનાથી સારુ કશુ નથી. આશા કરુ છુ કે આ વર્ષ તમારે માટે હોપ, ખુશી અને સારુ સ્વાસ્થ્ય લઈને આવે. બધા સુરક્ષિત રહો.

વિરાત કોહલી અને અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પહેલીવાર પેરેંટ્સ બનવાના છે. વિરાટ પૈટરનિટી લીવ પર ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત આવી ચુક્યા છે. બીજી બાજુ હાર્દિક પંડ્યા લિમિટેડ ઓવર સીરીઝ પછી સ્વદેશ પરત આવી ગયા હતા કારણ કે તે ટેસ્ટ ટીમનો ભાગ નહોતા.


આ પણ વાંચો :