ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (12:24 IST)

સુનીલ ગાવસ્કરના અનુષ્કા પર કમેંટથી સોશિયલ મીડિયા પર ભડક્યા વિરાટ કોહલીના ફેંસ, કરી નાખી કમેટ્રીથી હટાવવાની માંગ

રૉયલ ચેલેજર્સ બેંગલોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચમાં કમેટ્રી કરતા સુનીલ ગાવસ્કરે એક એવી ટિપ્પણી કરી દીધી, જેને લઈને બબાલ મચી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ગાળો આપી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાનની આ ટિપ્પણી વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માને લઈને હતી. જેને કારણે તેમને ખૂબ આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બર 2020ના રોજ કિંગ્સ ઈલેવન પંજાબના વિરુદ્ધ મેચ દરમિયાન રૉયલ ચૈલેજર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી ફોર્મમાં નહોતા લાગતા.  પહેલા તેમણે ફિલ્ડિંગ કરતા રાહુલના કેચ છોડી દીધા અને પછી તેઓ બેટિંગમાં પણ નિષ્ફળ ગયા.  તેઓ ફક્ત એક રન બનાવીને શેલ્ડન કૉટ્રેલની બોલ પર પેવેલિયન પરત ફર્યા.  રોયલ ચેલેજર્સ બેંગલોરની આખી ટીમ 17 ઓવરમાં 109 રન પર પેવેલિયન પરત ફરી અને કિંગ્સ ઈલેવન પંજાબે મેચ પોતાના નામે કરી લીધી. 
 
કોહલી જ્યારે આઉટ થઈને ડગ આઉટની તરફ વધી રહ્યા હતા, ત્યારે ગાવસ્કરે એક વિવાદિત ટિપ્પણી કરી દીધી. તેમણે કહ્યુ, આમને તો લોકડાઉનમાં બસ અનુષ્કાના બોલની પ્રૈકટિસ કરી છે." તેમની આ ટિપ્પણી સાંભળીને વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેંસ ભડકી ગયા. તેમણે સુનીલ ગાવસ્કરને ટ્વિટર પર ખૂબ ખરી ખોટી સંભળાવી. કેટલાક ફેંસે તેમને કમેટ્રી પેનલ પરથી હટાવવાની માંગ પણ કરી છે. 
 
એક ફૈન એ લખ્યુ કે વિરાટ કોહલીના ફેલ થવા પર તેમની પત્નીને ન ઘસેડવી જોઈએ. અનુષ્કા શર્માને પહેલા પણ આ વસ્તુઓ માટે વર્ષો સુધી નિશાન બનાવાઈ હતી.  એક યૂઝરે લખ્યુ આ શરમજનક છે કે સુનીલ ગાવસ્કરે વિરાટ અને અનુષ્કાના વ્યક્તિગત જીવન પર ટિપ્પણી કરી.  એક ખેલાડી પાસે હંમેશા સારા અને ખરાબ દિવસ હોય છે અને ગઈકાલે એક ખરાબ સમય હતો પણ દેખીતી રીતે કોઈને પણ કોઈ ખેલાડીના વ્યક્તિગત જીવન પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી આપતો.