ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (17:38 IST)

Ganesh Chaturthi: વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી

virat anushka
virat anushka
Virat Kohli and Anushka Sharma Ganesh Chaturthi:  સમગ્ર ભારતમાં હાલ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાપ્પાના રંગમાં સજ્જ જોવા મળ્યો હતો. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા બાપ્પાના તહેવારની ઉજવણીની તસવીરો શેર કરી છે. અનુષ્કા શર્માએ કુલ 3 ફોટા શેર કર્યા છે. તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું 'હેપ્પી ગણેશ ચતુર્થી'.
 
 
અનુષ્કા શર્માની પહેલી તસવીરમાં ગણપતિ બાપ્પા દેખાયા હતા. આ પછી અનુષ્કાએ બીજી તસવીરમાં પતિ વિરાટ સાથે પોઝ આપ્યો હતો. ત્યારબાદ ત્રીજી તસવીરમાં કોહલી અને પત્ની અનુષ્કા પૂજા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી સફેદ કુર્તામાં જોવા મળ્યો હતો. અનુષ્કા શર્મા સાડીમાં જોવા મળી હતી. જોત જોતામાં બંનેના પરંપરાગત કુળની રચના થઈ રહી છે.
 
વિરાટ છે સારા ફોર્મમાં 
 
વિરાટ કોહલી 2023માં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. તેમને અત્યાર સુધી 5 સદી અને 2 હાફ સદી ફટકારી છે. તાજેતરમાં જ રમાયેલ એશિયા કપમાં પણ તે સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ  રમાયેલ મેચમાં તેમણે શાનદા સદી મારી હતી. 
 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝમાં મળ્યો આરામ 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને 22 સપ્ટેમ્બર શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચોની વનડે શ્રેણી રમવાની છે. સીરીઝના શરૂઆતની બે મેચોમાં તેમને આરામ આપવામાં આવ્યો છે.  ત્રીજી મેચમાં તેઓ રમતા જોવા મળશે  ત્રીજો મુકાબલો 27 સપ્ટેમ્બર બુધવારે રમાશે. 
 
ત્યારબાદ ભારતે પોતાની ધરતી પર વનડે વર્લ્ડ કપ રમવાનો છે, જે 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે, જેમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે કારણ કે તેનું બેટ પાકિસ્તાન સામે જોરદાર બોલે છે.