વિરાટ કોહલીનું 27.4 કરોડ ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક થયું ગાયબ ? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
Virat Kohli Instagram: ટીમ ઈન્ડિયાના ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 29 જાન્યુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અચાનક ગાયબ થઈ ગયું. આનાથી ફેંસમાં ખળભળાટ મચી ગયો છે. વિરાટના ફેંસ મૂંઝવણમાં છે કે શું તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે કે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, જેના 27.4 કરોડથી વધુ ફોલોઅર્સ હતા, તે હવે પ્લેટફોર્મ પર દેખાતું નથી અથવા સર્ચમાં દેખાતું નથી, જેના કારણે ફેંસ મૂંઝવણમાં અને ચિંતિત છે.
વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ ગાયબ થઈ ગયું?
આ બાબતે વિરાટ, તેની મેનેજમેન્ટ ટીમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એકાઉન્ટ ઇરાદાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું કે કોઈ ટેકનિકલ સમસ્યા હતી તે સ્પષ્ટ નથી. કોહલી તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓછો દેખાયો છે, અને તેણે અગાઉ ઘણી પ્રમોશનલ પોસ્ટ્સ ડિલીટ કરીને ક્રિકેટ અને પરિવારને પ્રાથમિકતા આપવાનો પોતાનો ઇરાદો દર્શાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પ્રમોશન માટે આશરે રૂ. 12 થી 14 કરોડ ચાર્જ કરે છે.
Why Virat Kohli Deactivate instagram account
ઇન્સ્ટાગ્રામ પર વિરાટનું ખૂબ જ મોટું ફેન ફોલોઇંગ
ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનું ખૂબ જ મોટું ફેન ફોલોઇંગ છે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (650 મિલિયન) અને લિયોનેલ મેસ્સી (500 મિલિયન) પછી વિશ્વભરમાં ત્રીજા સૌથી વધુ ફોલો કરાયેલા પ્લેયર હતા. કોહલી પછી નેમાર જુનિયર આવે છે, જેમના 215 મિલિયન ફોલોઅર્સ છે. કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થવાથી ફેંસ ખૂબ જ નારાજ છે. વિરાટની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને ફેંસ સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછી રહ્યા છે.
વિરાટના ઈન્ટરનેશનલ કેરિયર પર નજર
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ તેનાં ઈન્ટરનેશનલ કેરિયરમાં અનેક રેકોર્ડ અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે અત્યાર સુધીમાં કુલ 85 સદી ફટકારી છે. કોહલીએ 123 ટેસ્ટ મેચોમાં 210 ઇનિંગ્સમાં કુલ 9,230 રન બનાવ્યા છે, જેમાં 30 સદીનો સમાવેશ થાય છે. વનડેમાં વિરાટ કોહલીનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. તેણે 311 મેચોમાં 14,797 રન બનાવ્યા છે, જેમાં આ ફોર્મેટમાં 54 સદીનો સમાવેશ થાય છે અને તેની સરેરાશ 58.71 છે. કોહલીએ ટી20 ક્રિકેટમાં 4,188 રન અને 1 સદી પણ ફટકારી છે. તેણે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે અને તે ફક્ત વનડે ફોર્મેટમાં જ રમી રહ્યો છે.