રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (10:02 IST)

શુભમન અને સારાના થશે લગ્ન ? ગૂગલ પરની માહિતી જાણીને ચોંકી જશો

શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમનો જાણીતો ક્રિકેટર બની ગયો છે. ઓપનર શુભમન ગીલે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી મેચોમાં જીત અપાવી છે. ભારતીય ટીમની સાથે શુભમન ગિલ પણ IPLમાં ગુજરાતની ટીમનો ભાગ છે. મહાન બેટ્સમેન માસ્ટર બ્લોટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર વિશે શુભમન ગિલ અવારનવાર સમાચારોમાં રહે છે. સારા તેંડુલકરની સિનેમા અને બોલિવૂડમાં એન્ટ્રીના સમાચાર પણ સામે આવ્યા છે. આ દરમિયાન એક અન્ય સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
 
શુભમન ગિલ અને સારા તેંડુલકરના લગ્ન?
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં જ ચર્ચિત આ સમાચારમાં સારા તેંડુલકરને ક્રિકેટર શુભમન ગિલની પત્ની ગણાવવામાં આવી રહી છે. અત્યાર સુધી આ લગ્નના દાવા પર ક્રિકેટર શુભમન ગિલ કે સારા તેંડુલકર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ, આટલો મોટો દાવો કરનાર બીજું કોઈ નહીં પણ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ છે. હા, તેમના લગ્નના સમાચારને ગૂગલે સમર્થન આપ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે તેમના સંબંધોની અફવાને સાચી માનતા ગૂગલે ભૂલ કરી છે અને સારા તેંડુલકરને શુભમન ગિલની પત્ની જાહેર કરી છે. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આટલું મોટું સર્ચ એન્જિન ગૂગલ લોકોને ખૂબ જ ખોટી વસ્તુઓ બતાવી રહ્યું છે. ગૂગલ પર સર્ચ કરશો તો ક્રિકેટર શુભમન ગિલની પત્ની? તો તેના જવાબમાં માત્ર સારા તેંડુલકરનું જ નામ આવશે અને આવું ઘણા સમયથી થઈ રહ્યું છે.